Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતો પોઇચા પુલ આજથી નાના વાહનો માટે શરૂ કરી દેવાતા વાહન ચાલકો અને મુસાફરોમા આનંદની લાગણી.

Share

નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતો પોઇચા પુલ આજથી નાના વાહનો માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે નર્મદાના વાહન ચાલકો અને મુસાફરોમાં આનંદની લાગણી જન્મી છે. જોકે એસ.ટી બસ અને ભારી વાહનો માટે હજુ શરૂ કરવામાં નથી આવ્યો એ વાહનોને વાયા તિલકવાડા થઈને જ વડોદરા જવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બર 2020 ના રોજ આવેલ ભૂકંપને કારણે પુલના સેટલમેન્ટમાં નુકશાન થયું હતું અને પુલ સેટલમેન્ટનું સમારકામ કરવાનું હોવાથી 15 માર્ચ થી 16 એપ્રિલ સુધી તમામ વાહનની અવરજવર બંધ કરવામાં આવી હતી. વડોદરાથી રાજપીપલા જતા વાહનોએ હવે વડોદરા ડભોઇ તિલકવાડા ગરુડેશ્વર થઈને રાજપીપલા આવું પડી રહ્યું હતું જે હવે નાના વાહનો પોઇચા પુલથી અવરજવર શરૂ કરી દેવામાં આવી છે. જેને કારણે 20 થી 30 કિલોમીટરનો રન વધુ થતો હતો તે હવે નહિ થાય. હાલ કોરોના મહામારીના પગલે તંત્ર આ માનવીય અભિગમને નર્મદા જિલ્લાવાસીઓ વધાવ્યો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ.એકેડેમી નાની નરોલી ખાતે ફેન્સી ડ્રેસ એકટીવિટી યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયા પી.એચ.સી ખાતે કોરોના વેક્સિનનું ડ્રાય રન યોજવામાં આવ્યુ.

ProudOfGujarat

પાલેજ પોસ્ટ ની કચેરી ખાતે પોસ્ટલ વીમા દિવસ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!