સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ કોઈ પ્રવાસી જો ધૂમ્રપાન અને ગુટકા ખાતા પકડાશે તો એને દંડ ફાટકારાશે,સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પર લાલ કલરના ડાઘાણી સરકારે ગંભીર નોંધ લીધી.
રાજપીપળા:પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.એ બાદ રોજે રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ઉમટી પડ્યા હતા.દરમિયાન સમય જતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પર રીતસરના લાલ રંગના ડાઘ નજરે પડતા હતા.હવે એ ડાઘ પાન-પડીકીના હતા કે અન્ય કોઈ વસ્તુના એ તપાસનો વિષય હતો.
પણ આ ઘટનાની ગુજરાત સરકાર અને સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટે ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તમાકુની બનાવટ પર પ્રતિબંધ મુકવાનું સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળે છે.તો બીજી બાજુ આ પ્રતિબંધ અમલી બનતાની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ જો કોઈ પણ પ્રવાસી અથવા એનો કર્મચારી તમાકુ-ગુટકા ખાતા અથવા ધૂમ્રપાન કરતા પકડાશે તો એ વસ્તુ જપ્ત કરી એને દંડની પણ જોગવાઈ કરાશે.તો હવે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર પ્રવાસીનું સઘન ચેકીંગ કર્યા પછી જ અંદર પ્રવેશ મળશે.કેવડિયાની કુદરતી બ્યૂટી નષ્ટ ન પામે તેનો અમે ખ્યાલ વન વિભાગ દ્વારા રાખવામાં આવી રહ્યો છે.
તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીની વચ્ચે બનેલી છે તો નદી દૂષિત ન થાય એનું ધ્યાન રાખવું પણ સરકારની જવાબદારી છે.જેને લઈને આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્લાસ્ટિકની વસ્તુઓ પર પણ પ્રતિબંધ મુકવાનું સરકારની વિચારણામાં છે.જો આ પ્રતિબંધ અમલી બને તો ત્યાં બનેલા ફૂડ સ્ટોલમાં કોઈ પણ જાતની વસ્તુ પ્લાસ્ટિકમાં વેચાણ કરી શકાશે નહિ.હવે પાણી પણ પ્લાસ્ટિકની બોટલોમાં મળતું થયું છે ત્યારે આ પ્રતિબંધ બાદ આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પાણીનો પ્રશ્ન વિકટ બની રહેશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ડીજીપીની કોન્ફરન્સ કેવડિયા કરવામાં આવી રહી છે ત્યારે આદિવાસી મ્યૂઝિયમની સાથે એકતા વનનું ખાતમૂહુર્ત પણ કરવામાં આવશે.સરકાર આ જગ્યાએ જંગલ ઊભું કરવા માગે છે.નદીના પર્યાવરણને નુકશાન ન થાય તે માટેની સૂચના પણ સરકારે તંત્રને આપી છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કરી રહેલા આદિવાસી પરિવારો માટે કેવડિયામાં સરકારે નવા આયોજન શરૂ કરવાનું નક્કી કર્યું હોવાનું વન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.સરદાર પટેલના જોડતા સંભારણા ઉપરાંત આદિવાસી સમાજને ગૌરવરૂપ સ્મૃતિ પણ વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.આદિવાસી પરિવારો કે જેઓએ સ્વાતંત્ર્યની ચળવળમાં યોગદાન આપ્યું છે તેમની સ્મૃતિમાં આદિવાસી મ્યૂઝિયમ બનાવવામાં આવી રહ્યું છે.