Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : આનંદ હોસ્પિટલમાં 20 બેડની સુવિધા અને આઈ.સી.યુ સુવિધા સાથે શરૂ થતાં હવે નર્મદા જિલ્લાવાસીઓમાં રાહત.

Share

નર્મદા જિલ્લામાં વધતા કોરોનાના કેસની વચ્ચે ખાનગી હોસ્પિટલને પણ કોરોનાની ટ્રીટમેન્ટ કરવા માટે પરમીશન આપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધી એક જ કોવીડ હોસ્પિટલ હતી. જે તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવી હતી પણ હાલની પરિસ્થિતિ જોતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આનંદ હોસ્પિટલને કોરોનાની ટ્રીટમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે આનંદ હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે તમામ સગવડ છે. આનંદ હોસ્પિટલમાં આઇસોલેસન વોર્ડની પણ સુવિધા છે જેથી દર્દીને સારવાર સારી રીતે મળી રહે. જો કે આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલને સારવાર આપવાની મંજૂરી આપવાથી સરકારી હોસ્પિટલમાં જે રસ વધી ગયો છે. તે દૂર થશે અને દર્દીઓને યોગ્ય સારવાર પણ મળી રહેશે.

નર્મદા જિલ્લામાં કોરોના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે અને જિલ્લામાં માત્ર એક જ રાજપીપળા કોવીડ હોસ્પિટલ છે. નર્મદામાં કોરોના પોઝિટિવના 140 દર્દીઓ સારવાર હેઠળ છે અને રોજના 30 થી 40 દર્દીઓ આવી રહ્યા છે. જેમાં પણ રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં માત્ર 1 સર્જન 2 બાકી આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરોથી ગાડું ગબડાવી છે મૃત્યુ આંક 15 પર પહોંચ્યો ત્યારે ગંભીર પરિસ્થિતિવાળાને નાછૂટકે વડોદરા, સુરત ખાનગી તબીબોનો સહારો લેવો પડે છે એટલે આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળાની આનંદ હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે ત્યારે લોકોને રાજપીપળામાં ખાનગી સુવિધા ઊભી થતાં એક રાહત થઈ છે. આજે આ આનંદ હોસ્પિટલ માં 20 બેડની સુવિધા કરવામાં આવી છે અને આઇસીયુ સુવિધા સાથે શરૂ થતા હવે નર્મદા જિલ્લા વાસીઓને રાહત થઈ છે. જે માટે સાંસદ મનસુખ વસાવાએ આ હોસ્પિટલને આપવા માટે ભલામણ કરી હતી. આજે ખાનગી હોસ્પિટલ શરૂ કરાતાં જ 10 કોરોના દર્દીવાર મળતા અનેકના જીવ બચી જવા પામ્યા છે.

Advertisement

જોકે ડો ગિરીશ આનંદે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર થશે પણ વેન્ટિલેટરની સગવડ નથી તે માટે સરકારના નોમર્સ પ્રમાણે કોરોનાના 1 દર્દી માટે 5 ડૉક્ટર અને 10 નર્સિંગ સાથેનો સ્ટાફ જોઈએ જે હાલ શક્ય નથી પણ અહીં સારવાર કરવાથી દર્દીને વેન્ટિલેટર સુધી જવાની જરૂર નહીં પડે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજથી શરૂ, રાહુલ ગાંધીએ પિતા રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ.

ProudOfGujarat

એકતાના પ્રતીક સમા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા પરથી મોટરસાયકલ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!