Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લામાં કોરોનાની કપરી સ્થિતિમાં આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા બાબતે નર્મદા બાર એસોશિએશન દ્વારા આરોગ્યમંત્રીને રજૂઆત.

Share

હાલના કોરોના સંક્રમણની વિકટ પરીસ્થિતીમાં નર્મદા જિલ્લામાં આરોગ્યની પુરતી સુવિધાઓ પુરી પાડવા બાબતે નર્મદા બાર એસોસીએશને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કલેકટર નર્મદાને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે અત્રે નર્મદા જિલ્લાનું ભરૂચ જિલ્લામાંથી વિભાજન અને ૧૯૯૭ માં થયેલ અને તે વિભાજનને ર૪ વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે અને અત્રેના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વનું સૌથી મોટું સ્ટેચયુ ઓફ યુનિટી પણ બનાવવામાં આવેલ છે તેમ છતાં આજદિન સુધી નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપલામાં પાયાની આરોગ્યની જરૂરીયાત અને સેવાઓ, શિક્ષણ વગેરે જેવી જરૂરીયાતોથી નર્મદા જિલ્લો અને રાજપીપલાને આજદિન સુધી વંચિત છે અને હાલની કોરોનાની કપરી પરીસ્થિતીમાં નર્મદા જિલ્લાની જનતાને કોરોનાની તથા અન્ય સારવાર માટે વલખાં મારવા પડે છે અને નજીકના મોટા જિલ્લાઓ જેવા કે, વડોદરા, ભરૂચ, સુરત વિગેરે જગ્યાએ જઈ સારવાર લેવા જવું પડે છે. અને અન્ય જિલ્લાઓમાં પણ જનાર દર્દીઓને પુરતી સારવાર મળતી નથી તથા હોસ્પીટલોમાં જગ્યાઓ પણ નથી મળતી અને આમ, અન્ય જિલ્લામાં જતા પણ તેઓને પુરતી સારવાર અને સુવિધાઓ ન મળતા ઘણાં લોકોના મૃત્યુ થાય છે. જે સંજોગોમાં અત્રેના નર્મદા જિલ્લાના ઘણાં લોકોને ઈમરજન્સી સારવાર ન મળતા અને અન્ય જિલ્લામાં સારવાર લેવાજતી વેળાએ તેઓના મૃત્યુ થાય છે અને આમ, નર્મદા જિલ્લામાં યોગ્ય અને પુરતી સારવાર ન મળવાથી લોકો ટપોટપ મરી રહ્યા છે. અને કોરોનાની સ્થિતી વકરતી જાય છે નર્મદા જિલ્લામાં કોરોનાની સારવાર કરવા માટે પુરતાડૉકટર પણ નથી કે ઓકસીજન, કોરોનાની દવાઓ- ઈનજેકશન વિગેરેની પણ પુરતી વ્યવસ્થા નથી. એ ઉપરાંત
છેલ્લાં ૨૪ વર્ષથી અત્યાર સુધી નર્મદા જિલ્લામાં એક પણ એમ.ડી. ફિઝીશીયન ડૉકટર કે અન્ય સ્પેશીયલ જ્ઞાન ધરાવતા તબીબો નર્મદા જિલ્લાને મળેલ નથી. જેમાં હાલની પરીસ્થિતીમાં એક જ એડહોક એમ.ડી. ડૉકટર કાર્યરત છે અને જેપણ હાલના સંજોગોમાં હોમ-કોરન્ટાઈન છે. જેથી નર્મદા જિલ્લામાં કોરોનાના સંક્રમણથી મૃત્યુનું તાંડવ પુર જોશમાં ચાલી રહ્યું છે અને પ્રથમથી જ નર્મદા જિલ્લામાં નસિંગ સ્ટાફ, પેરા-મેડિકલ સ્ટાફ અને અન્ય તજજ્ઞ ડૉકટરની અછત છે અને તેમાં હાલની ગંભીર પરીસ્થિતીમાં નસિંગ સ્ટાફ, પેરા-મેડિકલ સ્ટાફ તથા તજજ્ઞ ડોકટરને અન્ય જગ્યાએ અન્ય જિલ્લાની હોસ્પીટલોમાં અન્ય જિલ્લાના લોકોની સારવાર માટે સ્થળાંતરીત કરવામાં આવી રહેલ છે. આ પ્રકારના નિર્ણયથી નર્મદા જિલ્લાની પ્રજા હાડમારી વેઠી રહી છે.

વધુમાં હાલ કોરોના સંક્રમણમાં કોરોનાને રોકવા અને તેની ચેન તોડવા અને કોરોનાની સારવાર માટે ઓકસીજન કે અન્ય તબીબી સાધનો પુરતા પ્રમાણમાં ઉપલ્બધ નથી પરંતુ જેટલા ઉપલ્બધ છે તેનો પુરેપુરો ઉપયોગ કરવા માટે પુરતા ટેકનીશયન નથી કે તેનો ઉપયોગ કરનાર જાણકાર તબીબી કે અન્ય કર્મચારીઓ નથી. હાલમાં નર્મદા જિલ્લામાં ઉપલ્બધ વેન્ટીલેન્ટ તથા અન્ય સાધનો અન્ય જિલ્લામાં સ્થળાંતરીત કરવામાં આવી રહેલ છે. તેવું જાણવા મળેલ છે તેનું કારણ પણે સમજી શકાય તેમ નથી. જેથી આરોગ્યવર્ધક દવાઓ અને સાધનો અને સુવિધાઓ નર્મદા જિલ્લાને પુરી પાડવા માટે વિનંતી કરી છે અને નર્મદા જિલ્લા વકિલ બાર એશોશીયેશને નર્મદા જિલ્લામાં હાલની પરીસ્થિતી જોતા કોરોનાની સારવાર કરવા માટે સક્ષમ અને યોગ્ય લાયકાત ધરાવતા ડૉકટર તથા કોરોના સંકમણથી જે રીતે ફેંફસા તથા શરીરના અન્ય ભાગોમાં કોરોના અસર કરે છે તેવા ફેંફસાના તથા ચેપી રોગોના નિષ્ણાંત ડૉકટર તથા એમ.ડી. ફીઝીશીયન જેવાં ડોકટર તથા નર્સિગ તથા પેરા મેડિકલ સ્ટાફ અને અદ્યતન સાધનોને અમલમાં લાવવા માટે નિષ્ણાંત ટેકનીશીયન સ્ટાફ તથા જરૂરી ઈનજેકશન અને દવાઓ તાકીદે પુરા પાડવા માટે લેખિત રજૂઆત કરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ગ્રેડ પે વધારાના સમર્થનમાં કરજણ ટોલનાકા નજીક ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ડેડિયાપાડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભાઈ બે પૈસા આપો – ભરૂચમાં કરોડોના દેવામાં ડૂબેલી નગરપાલિકા સામે પ્રચંડ આક્રોશ, RTI એક્ટિવસ્ટ દ્વારા માર્ગો પર ભીખ માંગી પાલિકા માટે માંગ્યા ફંડ

ProudOfGujarat
error: Content is protected !!