Proud of Gujarat
INDIAFeaturedGujarat

નાંદોદ તાલુકાનાં મોટાલી મટવાડા ગામ પાસે રોડનાં વળાંકમાં બે ટ્રક અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત.

Share

નાંદોદ તાલુકાના મોટાલી મટવાડા ગામ પાસે રોડના વળાંકમાં બે ટ્રક અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાને ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગે રાજપીપળા પોલીસ મથકે ફરીયાદી હર્ષદભાઈ અરવિંદભાઇ બારીયા (રહે, સુરવા મંદિર કૃળિયુ તિલકવાડા) એ આરોપી જગદીશભાઇ કાલીદાસ વસાવા (રહે.કદવાલી તા. વાલીયા જી. ભરૂચ) સામે પર ફરીયાદ કરી છે.

જેમાં ફરીયાદની વિગત મુજબ આરોપી જગદીશભાઇ કાલીદાસ વસાવાએ પોતાના કબજામાંની ટ્રક નંબર જીજે ૩૪ ટી ૦૮૨૫ ને પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હર્ષદભાઈની ટ્રક નંબર જીજે ૧૬ ડબ્લ્યુ ૩૦૦૮ સાથે અથાડી અકસ્માત કરેલ જેથી હર્ષદભાઇને શરીરે ડાબા હાથે કાંડાના ભાગે તથા જમણા હાથના ખભાના ઉપર તથા જમણી બાજુ પાસળીના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચાડી તથા પોતાને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા ચાલક જગદીશભાઇ કાલીદાસ વસાવાનું મોત નીપજ્યુ હતુ. પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા : કરજણ શહેર ખાતે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મુસાફરોને લૂંટતી ગેંગના ત્રણ સાગરીતોને કરજણ પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

વૌઠા લોકમેળાના પ્રારંભે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કઠપૂતળી દ્વારા આરોગ્ય સંદેશ આપ્યો

ProudOfGujarat

રાજપારડીમાં દિલ્હી જઇને આવેલ ૧૫ ઇસમોના પરિવારોને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!