Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : 10 એપ્રિલનાં રોજ સાગબારાનાં પાટ ગામ ખાતે પોઝિટિવ આવેલા 40 દર્દીઓનાં આંકડા તંત્ર કેમ છુપાવે છે ? તંત્રનાં ચોપડે એક પણ કેસ પોઝિટિવ બોલાતું નથી !

Share

10 એપ્રિલના રોજ સાગબારા તાલુકાના પાટ ગામ ખાતે 40 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પણ આશ્ચર્યની વાત એ છે કે આરોગ્ય તંત્રના ચોપડે આ આંકડા બોલતા નથી ! એક બે નહીં પણ ૪૦ દર્દીઓના આંકડા તંત્ર કેમ છુપાવે છે ? એ સવાલ ડૉ. શાંતિકર વસાવાએ આરોગ્ય તંત્ર સામે ઉઠાવ્યો છે. સોસીયલ મીડીયમા હાલ તેની જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે ! જોકે તંત્રના ચોપડે કેસ પોઝિટિવ બોલાતું નથી એનાથી સૌને આશ્ચર્ય જરૂર થયું છે.
આ અંગે ડૉ. શાંતિકર વસાવાએ જણાવ્યું છે કે પાટ મારુ ગામ છે. મારા પાટ ગામના 40 જેટલા રેપિડ એન્ટીજન પોઝિટિવ દર્દીઓના આંકડા ક્યાં ગયા ??? હજુ સુધી મને જવાબ નથી મળ્યો.

જો નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા દરરોજ આરટીપીસીઆર અને રેપિડ પોઝિટિવ દર્દીઓના આંકડા જાહેર કરવામાં આવતા હોય તો 10 એપ્રિલના રોજ પાટ ગામ ખાતે પોઝિટિવ આવેલા 40 દર્દીઓના આંકડા હજી કેમ મળ્યા નથી. ? એ દરેક વ્યક્તિઓના નામ સાથે મારી પાસે આંકડા છે. બીજા દિવસે ઘરે ઘરે જઈને એ લોકોના ખબર-અંતર પૂછ્યા છે. કોરોના નિયમોનું પાલન કરવાનું સમજાવ્યું છે. આરોગ્યતંત્ર દ્વારા ત્યાં દવાનું વિતરણ કરવામાં પણ આવ્યું છે. સુરક્ષા માટે પોલીસ પણ મૂકવામાં આવી છે. મારી લડાઈ તંત્ર સામે નથી પરંતુ કોરોના સામેની લડાઈમાં આંકડા કેમ છૂપાવવામાં આવે છે તેની સામે છે.

હાલમાં સાઞબારા તાલુકાના દરેક ગામમાં ઘરે ઘરે શરદી, ખાંસી, તાવ, શરીર દુખાવાના પેશન્ટો છે. એ લોકો સરકારી દવાખાને એટલા માટે નથી જતા કે ત્યાં જઈશું તો કોરોના પોઝિટિવ આવશે અને અમને આગળ લઈ જશે. એકવાર આગળ લઈ જાય પછી કોઈ જીવતું પરત નથી આવતુ એ પ્રકારની ખોટી માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે એટલે એ લોકો ગામડાઓમાં પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડોક્ટરોને ત્યાં જાય છે હાલમાં આ ડોક્ટરોની દરરોજની ઓપીડી 150 થી 200 જેટલી છે. 4 એપ્રિલના રોજ ટાવલ ગામના એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. રેપિડ ટેસ્ટ નેગેટિવ હોવાથી એની બોડી ઘરે આપવામાં આવી અને તેમની ડેડ બોડી લગભગ 15 થી 16 કલાક ઘરમાં રાખવામાં આવી. પાછળથી એ વ્યક્તિનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટીવ આવ્યો. એ ફળિયામાં આજે પણ ઘરે ઘરે શરદી, ખાંસી, તાવના દર્દીઓ છે. 9 એપ્રિલના રોજ પાટ ગામમાં આ જ રીતે એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ મૃત્યુ થયું હતું. શ્વાસોશ્વાસની તકલીફ સાથે ગઈકાલે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ થઇ છે. સાઞબારા ખાતે એક વ્યક્તિ ઘરે કોવિડ પોઝિટિવને લીધે મૃત્યુ થયું છે. આજુબાજુના ગામોમા આ રીતે અનેક શંકાસ્પદ વ્યક્તિઓના મૃત્યુ થઈ રહ્યા છે. લોકો સામાન્ય તાવ સમજીને બિન્દાસથી ફરી રહ્યા છે. બીમાર વ્યક્તિઓને જોવા એકબીજાના ઘરે જઈ રહ્યા છે અને આ રીતે કોરોના ખૂબ જ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. જો લોકો સાચા આંકડા જાણશે તો સાવચેત થઈ જય કોરોના ને અટકાવી શકશે. ગામડાઓમાં ઘણા બધા મૃત્યુ થઈ રહ્યા છે પરંતુ કોઈનું પણ એ બાજુ ધ્યાન નથી કેમ કે એ લોકો ગરીબ અને મોટાભાગના આદિવાસીઓ છે.

Advertisement

ફરી વાર કહું છું કે આ મારી લડાઈ તંત્ર સામે નથી આપણે સૌ ભેગા થઈને કોરોનાને માત આપીશું પરંતુ આ આંકડાઓ છૂપાવવામાં આવે એ સારી વાત નથી. સત્ય હકીકત લોકો સામે મૂકવામાં આવે જેથી લોકો જાગૃત થઈ ફિઝિકલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવાના જેવા નિયમોનુ પાલન કરે. સાથે સાથે નર્મદા જિલ્લાના જનપ્રતિનિધિઓ સાંસદ મનસુખભાઈ વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય પીડીભાઈ વસાવા, આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય સભ્ય મોતીભાઈ વસાવા, ગુજરાત આદિજાતિ મરચાના અધ્યક્ષ હર્ષદભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા સૌને વિનંતી કરીશ કે આ બાબતે તંત્રનું ધ્યાન દોરે કેમ કે આખરે ગામડામાં આદિવાસીઓ મરી રહ્યા છે. આ અંગે તંત્ર સત્ય ચકાશે અને જો વાત સાચી હોય તો તેને ગંભીરતાથી લે એવી માંગ ઉઠી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ કોંગ્રેસના અગ્રણીઓને પોલીસે નજર કેદ કરી ગાંધીનગર યુથ કોંગ્રેસના સંમેલનમાં જતા અટકાવ્યા.

ProudOfGujarat

ભરૂચ : પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને અપાશે પાંચ લાખનું ઇનામ.

ProudOfGujarat

ભરૂચના તુલસીધામ માર્કેટમાં પ્રોજેક્ટ – ‘રોટરી નો છાયો’ હેઠળ શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!