Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં કામચોલી ટેકરામાં 35 વર્ષનાં યુવાને જીગોરાની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર…

Share

તિલકવાડા તાલુકાના કામચોલી ટેકરામાં 35 વર્ષના યુવાને જીગોરાની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જોકે મરનાર યુવક કોરોના પોઝિટિવ હોવાનું જાણતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બનાવની વિગત મુજબ મરનાર જગદીશભાઈ બચુભાઈ તડવી (ઉં.વ.35 રહે કામચોલી ટેકરા, તિલકવાડા ) તા.12/4/21ના રોજ પોતે પોતાના ઘરે જીગોરા મારવાની દવા પી જતાં તેઓને પ્રાથમિક સારવાર માટે તિલકવાડા દવાખાનામાં દાખલ કરાવેલો અને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરતા તેઓનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને મરનાર કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું માલુમ પડતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી ! શું આ યુવાન કોરોના પોઝિટિવ હતો તેથી આત્મહત્યા કરી હતી કે કોઈ બીજું કારણ હતું ? એ ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગેની જાણ પોકો વિજય ઉત્તમરાવ રાવપુરા પોલીસે કરતા તિલકવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

કસક ગરનાળું બંધ થશે તો કેવી પરિસ્થિતિ સર્જાશે જરા કલ્પના કરો…

ProudOfGujarat

વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી : મંત્રીઓ, પદાધિકારીઓએ ‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’ ની થીમ પર યોગદિનની ઉજવણી કરી.

ProudOfGujarat

 અંકલેશ્વર નાં પિરામણ ગામ ખાતે ગત રાત્રિએ ઘાસના પૂળામા આગ લાગી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!