બાબાસાહેબ આંબેડકર જયંતી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ગૌરવભેર ઉજવાઇ હતી. આ વખતે કોરોનાને કારણે રાજપીપળા નગરમાં બાબાસાહેબની આંબેડકરની રેલી નીકળી ન હોતી. જેમાં રોહિતવાસના આગેવાનો, કાર્યકરો, રહીશો, દલિતો તથા રાજકીય આગેવાનોએ વારાફરતી છૂટા-છવાયા આવીને બાબાસાહેબની પ્રતિમા પાસે પહોંચી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી અને બાબાસાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. જેમાં દલિત આગેવાનો કાર્યકરો ઉપરાંત વિવિધ રાજકીય આગેવાનો પણ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી. રાજપીપળા ઉપરાંત કેવડિયા ખાતે પણ ચોકમાં આંબેડકર જયંતી ઉજવાઇ હતી.
આ પ્રસંગે રાજપીપળાના દલિત આગેવાન મૂળજીભાઈ રોહિતે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં દલિતોની સંખ્યા 10 હજારથી વધુ છે. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર હોવા છતાં નર્મદાના દલિતોનું જીવન ઓછું આવ્યું છે. દલિતોમાં શિક્ષણ જાગૃતિને કારણે જિલ્લાના 40 % દલિતો, શિક્ષિત, તબીબો વકીલ, ઇજનેરો અને શિક્ષકોની વધતી જતી સંખ્યા સામાજિક સુધારા જાગૃતિની નિશાની દર્શાવે છે. મૂળજીભાઈ જણાવ્યું હતું કે બાબા સાહેબનું બંધારણ મારી દ્રષ્ટિએ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ છે.જોકે ચાલુ સાલે દલિતો પ્રતિના અત્યાચારોના વધતા જતા કિસ્સાઓ ચિંતાજનક વિષય બન્યો છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા
રાજપીપળા, કેવડિયા સહિત નર્મદા જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી ગૌરવભેર ઉજવાઇ.
Advertisement