Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળાનાં ટાઉન વિસ્તારમાં જુગાર રમતા ૪ જુગારીઓને મુદ્દામાલ કુલ ૭૬,૩૫૦ /- સાથે એલ. સી. બી.પોલીસે નર્મદાએ ઝડપી પાડયા.

Share

રાજેશ પરમાર ઇચા પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદશન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓના સુપરવિઝન હેઠળ જીલ્લાના પ્રોહી/જુગારની ગેરકાયદેસર બદી નાબુદ કરવા વોચ તેમજ બાતમી મેળવવાની સુચના અનુસંધાને કિરણભાઇ રતિલાલ તથા રાકેશ કેદારનાથ નાઓને સંયુક્ત બાતમી મળેલ કે રાજપીપલા ટાઉન વિસ્તારના કાળીભોઇ આરાપીર દરગાહ નજીકના અવાવરૂ જગ્યા ઉપર કેટલાક ઇસમો જુગારના પત્તા-પાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની ચોક્કસ બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરતા ચાર ઇસમો નામ (૧) પ્રકાશભાઇ રજનીકાંત માછી (૨) હિતેશભાઇ જયંતીભાઇ માછી (૩) પિયુષભાઈ ગોપાલભાઇ માછી (૪) વસંતભાઇ ડાહ્યાભાઇ માછી તમામ રહે. નવાફળીયા, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાનાને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૧૦,૮૫૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ. ૫,૫૦૦/ તથા મો.સા.-૩ કિ.રૂ. ૬૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ. ૭૬,૩૫૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ પકડાયેલ તમામ આરોપીઓ વિરૂદ્ધમાં રાજપીપલા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ ડામવા સારૂ વખતો વખત સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એલ.સી.બી. નર્મદા આવી પ્રવૃતિ ઉપર ડામવા માટે સતત અને સખત વોચ રાખી નેસ્તનાબુદ કરવા પ્રયત્નશીલ છે.

આરીફ જી કુરેશી : રાજપીપળા

Advertisement

Share

Related posts

રાજપારડી : પ્રાંકડ ગામના ૨૨ યુવકો ૫ દિવસના બાઇક પ્રવાસે નિકળતા ગ્રામજનો દ્વારા વિદાય આપવામાં આવી.

ProudOfGujarat

ખનીજ માફિયા બેફામ : નર્મદા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પકડેલી ટ્રકની પણ ચોરી થતા અનેક સવાલ.

ProudOfGujarat

ઝઘડીયાનાં ત્રણ રસ્તા પર પેપર વાંચતા ઇસમનાં ખિસ્સામાંથી રૂ.દસ હજારની ચીલ ઝડપ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!