સમગ્ર રાજ્યની અંદર કોરોના વકરી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ કોરોનાનાં દર્દીઓ વધી રહ્યા છે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગનાં એપેડેમિક અધિકારી ડૉ. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ ૨૬ માર્ચ ૨૦૨૧ નાં રોજ નર્મદા જિલ્લામાં ૨૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમાં રાજપીપળા દોલત બજાર ૦૧ દરબાર રોડ, ૦૧ લાલટાવર, ૦૧ હાઉસિંગ બોર્ડ, ૦૩ રાજપૂત ફળિયું, ૦૨ આશાપુરા મંદિર, ૦૧ રાજેન્દ્રનગર, ૦૨ વડિયા પેલેસ, ૦૧ રત્નદીપ, ૦૧ નાંદોદના વરખડ, ૦૨ નવરા, ૦૨ વડિયા, ૦૧ ગરુડેશ્વર, ૦૧ કેવડિયા, ૦૨ બોરીયા, ૦૧ તિલકવાળા, ૦૧ ઘનસીડા, ૦૧ સેવડા, ૦૧ ડેડીયાપાડા, ૦૨ નાની બેડવાન, ૦૧ કોરોના પોઝિટિવ નોંધાયા છે. કોવિડ હોસ્પિટલમાં ૨૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જિલ્લામાં હોમ આઇસોલેશનમાં ૯૯ દર્દી છે જિલ્લામાં આજે ૦૮ દર્દી સાજા થતા રજા અપાઈ આજદિન સુધી જિલ્લામાં ૧૯૮૨ દર્દીઓ સાજા થયા છે. આજે વધુ ૭૩૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે જિલ્લાનો કુલ આંક ૨૧૧૮ એ પહોંચ્યો.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડૉ આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ આજે 26/03/2021 ના રોજ 11:15 વાગ્યા પછી એસ.એસ.જી. વડોદરા લેબમાંથી બીજા અહેવાલો પ્રાપ્ત થયા છે જેમાં 10 સકારાત્મક કેસો મળી આવ્યા આમાંથી રાજપીપળા: 01, તિલકવાડા: 03, ગરુડેશ્વર: 03, દેડિયાપાડા: 03 છે. નર્મદા જિલ્લાનો કોરોના પોઝિટિવ આંકડો ૨૧૨૮ પહોંચ્યો.
રાજપીપળા : આરીફ જી કુરેશી