નર્મદે હર અને હર હર મહાદેવના જય ઘોષ સાથે રામપ્યારેદાસ અભિરામદાસ ત્યાગીને નર્મદા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જળસમાધી આપવામાં આવી.
રાજપીપળા:નાંદોદ તાલુકાના રામપુરા ગામે આવેલા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીને જમીન મુદ્દે શનિવારના રોજ ગોપાલપુરા ગામના યશપાલસિંહ ગોહિલ અને બીજા અન્ય 10 લોકો દ્વારા બેટ અને લાકડીઓ વડે ઢોરમાર માર્યો હતો જેને કારણે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહંતનું મોત નીપજ્યું હતું.બાદ મહંતનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું,જોકે બિહાર,રાંચી અને ઉત્તરપ્રદેશથી એમના પરિવારજનો અને ગુરુભાઈની રાહ જોવાઇ રહી હતી જેથી એમના મૃતદેહને રાજપીપળા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો.
સોમવારે સવારે મહંતના મૃતદેહને એમના પરિવારજનો અને ગુરુભાઈને સોંપણી કરાઈ દરમિયાન રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.અંતે એમના મૃતદેહને રામપુરા એમના આશ્રમ ખાતે લઈ જવાયો હતો.આ ઘટના બાદ સાધુ સમાજમાં ખૂબ રોષ ફેલાયો હતો.મૃત્યુ પામનારા મહંત ત્યાગી મહંત રામાનંદી સંપ્રદાયના હોવાથી આ સંપ્રદાયમાં જળ સમાધિ આપવાની પરંપરા છે.જેથી અમને શાસ્ત્રોક્ત વિધિ મુજબ રામપુરાના નદીની વચ્ચે લઈ જઈ જળસમાધી અપાઈ હતી.તે સમયે રાજસ્થાન,એમ.પી,બિહાર, કર્ણાટક,આંધ્રપ્રદેશ અને બીજા રાજ્યોમાંથી આ જળ સમાધિમાં સંતો શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા.આ જળસમાધિ વૈષ્ણવ સમાજની પરંપરા પ્રમાણે આપવામાં આવે છે. આ સંપ્રદાય પ્રમાણે મૃત્યુ બાદ પણ પોતાનું શરીર કોઈ જીવ જંતુ માટે ઉપયોગમાં આવે એવી એમની માનતા છે.
■બોક્સ:જળસમાધિમાં કોણ કોણ હજાર રહ્યું?
(1)શ્રીસ્વામી ચેતના નંદજી,ચાણોદના મહંત
(2)સત્યમ રાવ..સંયોજક ધર્મ જાગરણ મંચ
(3)શ્રી મહંત જમના દાસજી,પાદરા વડું,ગુજરાત સનાતન ધર્મ પરિષદ સંયોજક,મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળ ના અધ્યક્ષ
(4)નાગાબલ બકરમદાસજી મહારામ…ઉત્તરપ્રદેશ અયોધ્યા હનુમાલ ગલી
(5)હરેરામદાસ …રામાનંદ આશ્રમ,ગુવાર
(6)મુનિશરણ દાસ ત્યાગી..રામાનંદદાસ આશ્રમ,ઉજ્જૈન(એમ.પી)
(7)ગણેશ દાસ ત્યાગી..ભીનાગંજ આશ્રમ,મધ્યપ્રદેશ
(8)મહંત રેવાશંકર પુરી નાગાબાવા…ઓમકારેશ્વર જુના અખાડા(મધ્યપ્રદેશ)
(9)નારાયનદાસ,દરિયાપુરા (રામલાલા આશ્રમ ગુજરાત)
(10)રામતેહેલ દાસ ,રામાનંદ આશ્રમ