વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ થઇ રહેલી કામગીરી અને પ્રયાસોમાં રાજપીપલાના વિવિધ વેપારી મંડળો અને રાજપીપલા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કાઉન્સીલરશ્રીઓની ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસના અધ્યક્ષપદે તાકીદની બેઠક યોજીને જિલ્લા વહિવટીતંત્રને જરૂરી સહયોગ મળી રહે તે માટે કરાયેલી અપીલના પ્રતિસાદ રૂપે તેમના તરફથી પૂરતા સહયોગની ખાત્રી અપાઇ હતી.
રાજપીપલા શહેરના વિવિધ વેપારી મંડળ, અનાજ કરીયાણા, કાપડ એસોશિએશન, વેજીટેબલ એન્ડ ફ્રુટસ એસોશિએશન વગેરેના અગ્રણીઓ રમણસિંહ રાઠોડ, સાધુભાઇ પંચોલી, જયેશભાઇ ગાંધી, નયનભાઇ કાપડીયા, તુલસીભાઇ, મહેન્દ્રભાઇ પટેલ, પ્રેમશરણ પટેલ વગેરે સહિતના અગ્રણીઓ ઉપરાંત રાજપીપલા નગરપલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ હેમંતભાઇ માછી મંજુરઇલાહી સોલંકી (લાલુ) સહિતના મ્યુનિસિપલ કાઉન્સીલરઓ, નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક રાજેશ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એન.યુ.પઠાણ, નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, જિલ્લા આરોગ્યતંત્રના એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ વગેરેની ઉપસ્થિતિમાં ગઇકાલે સાંજે યોજાયેલી ઉક્ત બે અલાયદી તબક્કાવાર બેઠકોમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિવિધ વેપારી મંડળ અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓના સહયોગ માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને રચનાત્મક સૂચનો પણ મેળવાયાં હતાં.
બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે તમામ વેપારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સીલર ઓને કોવિડ સંબંધી પ્રોટોકોલ અને સરકારના આ બાબતના નિયમો અને માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય અને તમામ માસ્ક પહેરે તે સુનિશ્વિત કરવા, સેનેટાઇઝેશનનો પણ પૂરતો ઉપયોગ થાય, સોશિયલ ડિસ્ટન્સીંગની પણ ખાસ જાળવણી થાય તે વાત ઉપર વ્યાસે ખાસ ભાર મૂકી આ તમામ બાબતો માટે પૂરતી તકેદારી સાથે તેનું ચુસ્ત પાલન થાય તે જોવા પણ તેમણે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.
વ્યાસે હાલમાં કોવિડ વેક્સીનેશનની થઇ રહેલી પ્રક્રિયા અંગે પણ મહત્તમ લોકજાગૃત્તિ કેળવાય અને પોતાનો જ્યારે પણ રસી માટેનો કેમ્પ આવે ત્યારે વેક્સીનના બંને ડોઝ સમયાંતરે અવશ્ય લેવામાં આવે અને વેક્સીન લીધા બાદ પણ તમામ પ્રોટોકોલ અને માર્ગદર્શિકાના પાલન સાથે માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાં, વારંવાર હાથ ધોવા વેગેરે જેવી બાબતોનું પણ જરૂરી પાલન થાય તે માટેની પણ સમજ અપાઇ હતી. વેક્સીન લીધા બાદ તાત્કાલિક એન્ટીબોડી ડેવલપ થતી નથી. રસી લીધા પછીના ચોક્કસ સમય બાદ જ એન્ટીબોડી ડેવલપ થતી હોય છે તે બાબત પણ ખાસ ધ્યાને મૂકવામાં આવી હતી. દંડથી બચવા માટે જાહેરમાં થૂંકવુ-માસ્ક નહિં પહેરવું વગેરે જેવી બાબતોથી પણ ખાસ દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે
રાજપીપળા : આરીફ જી કુરેશી