હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવા સુચના અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી જીલ્લાના સાગબારા પો.સ્ટે. વિસ્તારના ગુનાના કામના નાસતા ફરતા આરોપી ગોપાલભાઇ ગીરધરલાલ માલી રહે. પોપડા આહિરવાસ ફળીયુ તા.ચોર્યાસી જી. સુરતનાનો સાગબારા પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૩૭/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫એ ઇ, ૮૧, ૧૧૬(બી) મુજબ ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય જેને ટેકનીકલ તથા ખાનગી બાતમીદારથી બાતમી મેળવી સુરત ખાતે હોવાની બાતમી આધારે એ.એસ.આઇ. ભંગાભાઇ ગોવિંદભાઇ બ.નં. ૫૩૦ નાઓ તથા બીજા એલ.સી.બી. ટીમના પોલીસ માણસોને સુરત ખાતે મોકલી સુરત ખાતેથી ગુનાના કામે આરોપીને ઝડપી સાગબારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો.
સાગબારા પો.સ્ટે.ના આ ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ગોપાલભાઇ ગીરધરલાલ માલી રહે. પોપડા આહિરવાસ ફળીયુ તા.ચોર્યાસી જી.સુરતનાનો નીચે મુજબ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ છે.
(૧) નવસારી જીલ્લાના ટાઉન પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૧૯૩/૨૦૧૫
(૨) નવસારી જીલ્લાના ચીખલી પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૪૭૧/૨૦૧૬
(૩) સુરત જીલ્લાના સચીન પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૭૯૩/૨૦૧૪
(૪) સુરત જીલ્લાના સચીન પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૬૫૪/૨૦૧૬
આરીફ જી કુરેશી : રાજપીપળા