રાજપીપળા શહેરમાં હાલ કોરોનાનાં કેસ વધતા જોવા મળ્યા છે જેમાં તંત્ર તો સતત કામે લાગ્યું જ છે પરંતુ ગઈકાલે જ પાલિકા પ્રમુખ તરીકે વરણી પામેલા રાજપીપળા નગરપાલિકાનાં યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે પ્રમુખનો ચાર્જ સંભાળતા જ તુરંત લોકોના સ્વાસ્થ્ય બાબતેની ચિંતા કરી અને રજપૂત સમાજની વાડી ખાતે કોવિડ વેક્સિન માટેનું આયોજન કર્યું હતું. જેમાં હાલ વધી રહેલા કોરોનાનાં કેસ બાબતે લોકો સ્વસ્થ રહે તે માટે રજપૂત સમાજની વાડી ખાતે રાખવામાં આવેલા કોવિડ રસી માટેના કેમ્પમાં પ્રથમ દિવસે 120 જેવા લોકોને સાથે ઉભા રહી યુવા પ્રમુખે રસી મુકાવડાવી હતી.
આમ પી.એમ.મોદીનાં હેતુ મુજબ દેશ કોરોના મુક્ત બને એનું ધ્યાન રાખી સેવાભાવી પિતા અલકેશસિંહ ગોહિલની જેમ સમાજ સેવા માટે તત્પર રહી પિતાના નકશો કદમ પર આગળ વધવાની શુભ શરૂઆત કુલદીપસિંહએ આજથી આ કેમ્પ થકી કરી છે.
આરીફ જી કુરેશી : રાજપીપળા
રાજપીપળા નગરપાલિકાનાં નવા પ્રમુખે રજપૂત સમાજની વાડી ખાતે કોવિડ વેક્સિન માટેનું આયોજન કર્યું : પ્રથમ દિવસે 120 લોકોએ વેક્સિનનો લાભ લીધો.
Advertisement