રાજપીપળા નગરપાલિકામાં ભાજપનાં કુલદીપ સિંહ ગોહિલની બિનહરીફ પ્રમુખ તરીકે વરણી તેમજ ઉપ-પ્રમુખ તરીકે હેમંતભાઈ માછીની વરણી કરવામાં આવી હતી. વિપક્ષના ૫ સભ્ય ગેરહાજર રહ્યા હતા.
૧) ઈસ્માઈલભાઈ ગનીભાઈ મન્સૂરી
૨) સાબેરાબેન રજાકભાઈ શેખ
3) નિલેશભાઈ આટોદરિયા
૪) મીનાશીબેન નિલેશ આટોદરિયા
૫) સુરેશભાઈ માધુભાઈ વસાવા
આ સમયે પાલિકામાં નવા ચૂંટાયેલા સભ્યો ગેરહાજર કેમ રહ્યા છે ? રાજપીપળા શહેરમાં આવી લોકચર્ચા ચાલી રહી છે.
રાજપીપળા પાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે કોઈ પણ જાતના ભેદભાવ વગર વિકાસના કામો કરીશું, અને રાજપીપળામાં જે પણ અધુરા કામો છે એ પ્રથમ ઝડપથી પુરા થાય એવા અમારા પ્રયત્નો રહેશે. વેરા વધારાએ વહિવટી પ્રશ્ન છે, અન્ય નગરપાલિકાઓમાં પણ વેરા વધારાયા જ છે. રાજપીપળા નગરપાલિકા પેન્શનરોને પેન્શન ચૂકવે છે, અમે સરકારમાં રજુઆત કરીશું કે પેન્શન સરકાર ચૂકવે. પેન્શન ચૂકવવાનો ભાર જો હલકો થશે તો રાજપીપળા પાલિકાના કર્મચારીઓનાં પગારનો પ્રશ્ન પણ હલ થશે. અમે નવા ચૂંટાયેલા સભ્યોના મંતવ્યો લઈ વિકાસનાં કામો કરીશું.
રાજપીપળા : આરીફ જી કુરેશી