તિલકવાડા નગરમાં તારીખ 16/3/2021 ને મંગળવારના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે મતદાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તિલકવાડા ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કુલ 31 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો નોંધાવ્યા હતા ખેડૂત વિભાગની 10 સીટો માટે તિલકવાડા નગરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ઓફિસ ખાતે મતદાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તિલકવાળા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ મતદાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ ચૂંટણીની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને ચૂંટણીની કામગીરી શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે તિલકવાડા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
તિલકવાડા ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની મતગણતરી આજરોજ તિલકવાડા નગરની APMC ની ઓફિસ ખાતે સવારના 9 કલાકથી શરૂઆત કરવામાં આવી હતી. તિલકવાડા ખાતે થયેલી આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 સીટોમાં (1) ઘોરી ફુરકાંનુલ હક્ક (2) દાયમાં બસીર અહેમદ (3) પુરોહિત સનતકુમાર (4) ભીલ મહેન્દ્રભાઈ (5) વસાવા અંબાલાલ (6) રાઠોડ બરકતુલ્લાહ (7) ભીલ રાજેશભાઈ (8) માટેડા જ્યેન્દ્રસિંહ (9) ભીલ ભીખાભાઇ (10) રાઠોડ અફઝલ હુસેન આમ કોંગ્રેસના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો જ્યારે વેપારી વિભાગની 4 સીટો અને ખરીદ વેચાણ વિભાગનો 1 સીટ માટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.
તિલકવાડા ખાતે યોજાયેલી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો હતો. 15 માંથી 15 સીટો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ફાળે ગઈ હતી. કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી