આગામી તારીખ-૨૯/૦૩/૨૦૨૧, સોમવારનાં રોજ ધુળેટી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી, પરંતુ આગામી ૨૯/૦૩/૨૦૨૧, સોમવારનાં રોજ ધુળેટી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લાગતા તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે છે. તેનાં બદલે તા. ૩૦/૦૩/૨૦૨૧નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લાગતા તમામ પ્રવાસીય સ્થળોએ જાહેર રજા રહેશે.
કોઇ પણ પ્રકારની પૂછપરછ માટે અમારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર – ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સવારે ૮.૦૦ થી સાંજનાં ૬.૦૦ દરમ્યાન (સોમવાર સિવાય) સંપર્ક કરીએ શકાશે. ઓનલાઇન ટિકીટ બુક કરાવવા માટે www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official) નો ઉપયોગ કરીને પણ ટિકીટ બુક કરાવી શકાશે, તેમ અધિક કલેકટર,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, કેવડીયા તરફથી એક અખબાર યાદીમાં જણાવાયું છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી