Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર : અઢી વર્ષમાં 50 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી.

Share

પ્રધાનમંત્રી મોદીએ 31 મી ઓક્ટોબર 2018 ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારે વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દેશ-વિદેશમાંથી રોજના 15 થી 20 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી રહ્યા હતા. પ્રવાસીઓમાં આકર્ષણ વધારવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ જંગલ સફારી પાર્ક, ક્રેક્ટર્સ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, આરોગ્ય વન સહિત અનેક નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર પ્રવાસીઓને અગવડ ના પડે એ માટે અનેક સવલતો પણ ઉભી કરાઈ છે.

દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરળતાથી પહોંચી શકે એ માટે ફોર લેન રોડ, સી-પ્લેન અને દેશના 8 મુખ્ય શહેરોને કેવડિયા સાથે જોડતી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ સાથે પ્રવાસીઓના રહેવા માટે અને ખાવા-પીવા સાથેની ઉત્તમ વ્યવસ્થાઓ સાથેની લો બજેટની હોટેલો પણ શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે સારી સગવડના ભાગ રૂપે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લોકાર્પણના 2.5 વર્ષના સમયગાળામાં જ 50 લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.

Advertisement

આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના 1 લાખ પ્રવાસીઓ આવી શકે એવો લક્ષ્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. આ માટે પ્રવાસનને લગતા અન્ય પ્રોજેક્ટો અને પ્રવાસીઓની રહેવા-ખાવાની સુવિધાઓ પણ આગામી સમયમાં વધારવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મોટી હોટેલ પણ આગામી સમયમાં નિર્માણ પામશે આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અદ્યતન એરપોર્ટ અને અન્ડરવોટર હોટેલનું પણ નિર્માણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો.રાજીવકુમાર ગુપ્તાએ ટવિટ કરી જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પાંચ મિલિયન મુલાકાતીઓનો આંક પાર કર્યો છે. જે ગુજરાત અને ખાસ કરીને નર્મદા જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત કહેવાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા સપના મુજબ, સ્ટેચ્યુ ઓફ યુનિટી આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં તમામ વય જૂથો માટે ઘણા આકર્ષણો પ્રદાન કરવામાં આવ્યા છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

સાંસદ મનસુખ વસાવાએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં બની રહેલ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડીંગનાં નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 8 કેબિનેટ મંત્રીઓ લીધા શપથ, જાણો સંપૂર્ણ લિસ્ટ

ProudOfGujarat

ભરૂચના નેત્રંગના મોરિયાણા ગામની નવરંગ વિદ્યા મંદિર શાળાનો સ્લેબ તૂટતા 8 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!