નર્મદા નદી ઉપર આવેલા પોઈચા બ્રિજ વડોદરા અને નર્મદા જીલ્લાને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે, નર્મદા જીલ્લાની પ્રજાનો વડોદરા સાથેનો ધંધાકીય અને સામાજીક સંબંધો જોડાયેલાં છે, નાના મોટા વેપારીઓ અને નોકરીયાતો માટે આ બ્રીજ જીવાદોરી સમાન છે. આ બ્રીજ બન્યા બાદ વારંવાર પોતાના નબળા બાંધકામને કારણે ખોડંગાતો રહ્યો છે.
અગાઉ પણ 2014 માં બે માસ કરતાં વધુ સમય માટે આ બ્રીજ સમારકામને નામે બંધ કરવામા આવેલો, ત્યારબાદ સમયાંતરે સર્વિસ કે રીપેરીંગનાં કારણોસર ભારદારી વાહનો માટે કે આશિંક રીતે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
ત્યારે વધુ એકવાર પોઈચા બ્રિજને 7/11/2020 ને આવેલા ભુકંપને કારણે થયેલા સેટલમેન્ટનાં નુકશાનને રીપેર કરવાને નામે એક માસ માટે સંપુર્ણ રીતે બંધ કરવા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ થતા થતા લોકોને લાંબા થવાનો વારો આવશે તારીખ 15/3/2021 થી 16/4/2021 સુધી સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. વડોદરા સાથે ધંધા વેપાર સાથે વધુ સઘન સારવાર માટે વડોદરાની હોસ્પીટલોનાં ચક્કર કાપતા દર્દીઓ અને ઈમરજન્સી સારવાર માટે વડોદરાની એસ.એસ.જી અને અન્ય હોસ્પીટલો ઉપર આધાર રાખતાં દર્દીઓ કફોડી હાલતમાં મુકાઈ જશે તે નક્કી છે. તેથી વહીવટી તંત્ર મેડીકલ ઈમરજન્સી અને માનવ જીવનને બચાવવા માટે ગ્રીન ચેનલ ચાલુ રાખી એમ્બ્યુલન્સને આવવા જવાની મંજુરી આપે એ પણ જરૂરી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી