રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૨ મી માર્ચે ઐતિહાસિક દાંડીકૂચનાં દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થકી આઝાદીના અમૃત મહોત્સવની થનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તા. ૧૨ મી માર્ચે રાજપીપલા ખાતે યોજાનારા કાર્યક્રમના સુચારૂં આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં વ્યાસે “બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી સમાજનો પડકાર” થીમ પર યોજાનારા કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન સાથે સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક રાજેશ પરમાર, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, સિવિલ સર્જન ર્ડા.જ્યોતિબેન ગુપ્તા, માર્ગ-મકાન, પાણી પુરવઠા, ડીજીવીસીએલ, આર.ટી.ઓ., રમત-ગમત તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ વગેરે સહિતના સંબંધિત અમલીકરણ અધિકારી ઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે પ્રવર્તમાન કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને સરકારની સ્થાયી સૂચનાઓ અને માર્ગદર્શિકાના ચૂસ્ત પાલન સાથે થનારી આ ઉજવણી દરમિયાન ખૂબ જ સાવચેતી અને સલામતી સાથે સોશીયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે. તેમ જણાવી કાર્યક્રમના આયોજન અંગે તેમણે વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડયું હતુ.
રાજપીપળા : આરીફ જી કુરેશી