ભાજપના 39માં સ્થાપના દિવસે કાર્યકરોએ ઘરે ઘરે જઈ પાણીનું ટીપે ટીપું બચાવવા જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો.વિશાલ મિસ્ત્રી રાજપીપળા:મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે આ વર્ષે નર્મદા ડેમને મળવા પાત્ર પાણી કરતા ઓછું પાણી મળ્યું છે.તેથી આ વર્ષે નર્મદા ડેમ સિંચાઇ આધારિત ખેડુતોને ઉનાળુ પાક ન લેવા સરકારે સૂચન પણ કર્યું છે.દરેક વ્યક્તિ જો જરૂરિયાત મુજબ જ પાણી વાપરે તો બચેલું પાણી ખેડૂતોને જ કામ આવે અને જળસંકટથી ગુજરાતને બચાવી શકાય.તેથી રાજપીપળામાં 5મી એપ્રિલે ભાજપ દ્વારા પોતાના પક્ષના 39માં સ્થાપના દિવસે જળ બચાવવાના સંકલ્પ સાથેના સુત્રોચ્ચા સાથે રાજમાર્ગો પર રેલી કાઢી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.આ રેલીમાં ભાજપ આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.દર્શના દેશમુખ,શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહિલા મોરચાના મહામંત્રી મનીષા ગાંધી,અલ્પના ભાટિયા,યુવા મોરચાના અજિત પરીખ,કુલદીપસિંહ ગોહિલ,પાલિકા સભ્ય કિંજલ તડવી,ભારતી તડવી,દક્ષા પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.આજના દિવસે આ તમામ કાર્યકરોએ ઘરે ઘરે જઈ પાણીનું ટીપે ટીપું બચાવવા જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ લીધો હતો.
જળ બચાવવાના સંકલ્પ સાથે રાજપીપળામાં રેલી કાઢી ભાજપે 39મો સ્થાપના દિવસ ઉજવ્યો.
Advertisement