Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં લધુમતિ મોરચા સહિત નર્મદા જિલ્લાનાં ભાજપનાં 8 કાર્યકરોને જિલ્લા પ્રમુખે 6 વર્ષ માટે સભ્યપદ પરથી સસ્પેન્ડ કરયાં.

Share

નર્મદા જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ ચુંટણીઓને ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેટલાક કાર્યકરો પક્ષની વિચારધારાથી વિપરિત જઈને પક્ષ વિરોધી કામ કરી રહયા છે અને કેટલાક લોકો અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હોય આ લોકોને પક્ષ વિરૂદ્ધ કાર્ય કરવાના કારણે ભારતીય જનતા પાર્ટીનાં પ્રાથમિક સભ્ય તથા સક્રિય સભ્યપદ પર થી છ વર્ષ માટે બરતરફ ( સસ્પેન્ડ ) કરવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે પત્ર કરતા અન્યોમાં ફફડાટ ફેલાતો છે. ત્યારે બરતરફ કરાયેલા આ 8 વ્યક્તિઓમાં મહેન્દ્રભાઈ સનાભાઈ તડવી-જલોદરા, ગુજનભાઈ છગનભાઈ વસાવા- સાગબારા, પૂર્વ પ્રમુખ સાગબારા, ખુમાનસિંહ છીડિયાભાઈ વસાવા-રાવલ ( સાગબારા ), કિરણસિંહ પરમાર -શહેરાવ, રાજુભાઈ ભલાભાઈ રોહિત-ભદામ- કાર્યકર્તા ભાજપા, ગોવિંદ છોટાભાઈ વસાવા-શહેરાવ તા.મંત્રી સંગઠન, ઈરફાન આરબ -રાજપીપળા શહેર-લધુમતિ મોરચા અને સરોજબેન તડવી-રાજપીપળા શહેરને પક્ષના પ્રાથમિક સભ્ય તથા સકિય સભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા ઝંખવાવ જિલ્લા પંચાયત સીટનાં 200 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો.

ProudOfGujarat

ગોધરા : જિલ્લા કોંગ્રેસે ખેડુતોના વિવિધપ્રશ્નો ને લઇ મામલતદારને આપ્યુ આવેદનપત્ર

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીના ભલગામડા ખાતે શ્રાવણ માસ દરમ્યાન પ્રભાતફેરી યોજી કરાઇ છે અનોખુ કાર્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!