રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ચાલુ વર્ષે જુના જોગીઓએ ચૂંટણીમાં જંપ લાવ્યું છે ભાજપ કોંગ્રેસને ટક્કર આપવા જન હિત રક્ષક પેનલ મેદાને છે ઉપરાંત સમગ્ર રાજપીપળામાં અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીનો જંગ જીતવા તત્પર બન્યા છે.
રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નં ૦૧ માં સતત ૦૪ ટર્મ ચૂંટાઈ યુસુફ ભાઈ દાવુદભાઈ સોલંકીએ લોક ચાહના મેળવી હતી. ગત ચૂંટણીમાં સંજોગોસર તેઓએ નગરપાલિકાની ચૂંટણીથી વેગડા રહ્યા હતા ચાલુ વર્ષે તેઓએ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે આશા વ્યક્ત કરી હતી પરંતુ કોરોના કાળમાં તેમનું અચાનક મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી.
હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણીઓ આવી છે ત્યારે લોકોની માંગણીને ધ્યાને લઇ સ્વ. યુસુફભાઈ દાવુદભાઈનાં પુત્ર મંજુરઇલાહી (ઉર્ફે લાલુ) એ વોર્ડ નંબર ૦૧ માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે લાલુએ પોતાના પિતાના સ્વપ્નને ધ્યાને રાખી રાજકારણમાં પગ મૂક્યો છે અને પિતાનું લોકહિતનું સૂત્ર સાર્થક કરી બતાવવા સક્ષમ હોવાની વાત કરી હતી અને મતદારો તેમને પિતાની જેમ માન સન્માન સાથે વોટ આપશે તેવી આશા વ્યક્ત કરી છે.
મંજુરઇલાહી (ઉર્ફે લાલુ) એ વોર્ડ નંબર ૦૧ જ્યારે પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે વોર્ડ નંબર ૧ મતદારો મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ) નો લોકો ફુલ હાર પહેરાવીને સ્વાગત કરયું હતું. મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ) એ વધુમાં જણાયું હતું કે હું મારા પિતાના લોકસેવાના સ્વપ્નને આગળ ધપાવીશ.
આરીફ જી કુરેશી : રાજપીપળા