Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ગુરૂવારે ૧૭ ઉમેદવારી નોંધાઈ.

Share

આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે ચોથા દિવસે તા.૧૧ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લા પંચાયતની અગર, ચિકદા, દેડીયાપાડા, દેવલીયા, નવાગામ (દેડી) અને તિલકવાડા સહિતની ૬ બેઠકો માટે ૬ ઉમેદવારી નોંધાઈ છે.

તેવી જ રીતે તિલકવાડા તાલુકા પંચાયતની અગર બેઠક માટે-૨, ચૂડેશ્વર બેઠક માટે-૧, દેવલીયા બેઠક માટે-૧, ગમોડ બેઠક માટે-૧, જલોદરા બેઠક માટે-૧, કાટકોઇ બેઠક માટે-૨, રેંગણ બેઠક માટે-૨, સિંધીયાપુરા બેઠક માટે-૧, શીરા બેઠક માટે-૧, તિલકવાડા બેઠક માટે-૧, વજીરીયા બેઠક માટે-૨, વોરા બેઠક માટે-૧ અને વ્યાધર બેઠક માટે-૨ સહિત કુલ-૧૮ ઉમેદવારી નોંધાઇ છે. જ્યારે દેડીયાપાડા તાલુકા પંચાયતની નાની બેડવાણ બેઠક માટે-૧ ઉમેદવારી નોંધાઇ છે.

Advertisement

રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નં-૧ ની બેઠકો માટે-૩, વોર્ડ નં-૨ ની બેઠકો માટે-૨, વોર્ડ નં-૩ ની બેઠકો માટે-૩, વોર્ડ નં-૪ ની બેઠકો માટે-૧, વોર્ડ નં-૫ ની બેઠકો માટે-૪, વોર્ડ નં-૬ ની બેઠકો માટે-૨ અને વોર્ડ નં-૭ ની બેઠકો માટે-૨ ઉમેદવારી સહિત આજે તા.૧૧ મી ના રોજ કુલ- ૧૭ ઉમેદવારી નોંધાઇ છે.

જિલ્લા પંચાયતની બેઠકોની ગઇકાલ સુધીની ૨ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ-૮ ઉમેદવારી નોંધાવા પામી છે. જ્યારે તાલુકા પંચાયતોની ગઇકાલ સુધીની ૮ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ-૨૭ ઉમેદવારી નોંધાઇ છે. તદ્ઉપરાંત રાજપીપલા નગરપાલિકાની બેઠકો માટે ગઇકાલ સુધીમાં નોંધાયેલી ૨૮ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ નગરપાલિકાની બેઠકો માટે કુલ-૪૫ ઉમેદવારી નોંધાઈ હોવાના અહેવાલ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

હવામાન ખાતાની આગાહીના પગલે ઓલપાડમાં એન.ડી.આર.એફ ની ટીમ સ્ટેન્ડ બાય…

ProudOfGujarat

વાલિયાના કરસાડ ગામમાં દીપડાનો આતંક, દીપડાને પકડી પાડવા ફોરેસ્ટ વિભાગે પાંજરુ ગોઠવ્યું

ProudOfGujarat

સુરત ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસમાં ત્રણ નિર્દોષ જાહેર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!