રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીઓનાં પડઘમ વાગી ગયા છે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવામાં લાગી પડ્યા છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાને ટિકિટ મળે તેની મથામણમાં લાગ્યા છે, કોગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર ૦૫ માં કોગ્રેસ સહિત ભાજપાની ટિકિટ મેળવવાની હોડ જામી છે, ત્યારે જ્ઞાતિ જાતીના ગણિતને ખંગોળીને મુરતીયાઓ પસંદ કરાય એવી અટકળો નગરમાં તેજ બની છે.
વોર્ડ નંબર ૦૫ ની વાત કરીએ તો આ વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાય છે, આ ગઢને ગત ચુંટણીઓમા ભાજપાને તોડવામાં સફળતા મળી હતી જેથી નગરપાલિકામાં શાસનની ધુરા ભાજપાના ખોળે જઇને પડી હતી, પરંતુ આ વખતે ભાજપા જો યોગ્ય ઉમેદવારોની પસંદગી નહી કરે તો મતદારોમાં ફેલાયેલો અસંતોષ તેને કોંગ્રેસનો ગઢ તોડવામાં પાછી પાની કરાવે એટલો અસંતોષ મતદારોમાં જોવા મળી રહ્યો છે.
વોર્ડમાં કુલ મતદારોનાં લગભગ અડધો અડધ મુસ્લિમ સમાજના મતદારો છે, વાલ્મિકી સમાજના વીસ ટકા જેટલા મતદારો છે જયારે આદિવાસી સમાજના પણ પંદર ટકા જેટલા મતદાર જયારે ઉજળીયાત વર્ગના પણ પંદર ટકા જેટલા મતદારોનો વોર્ડમાં સમાવેશ થાય છે.
વોર્ડની બેઠકોની વાત કરીએ તો એક સામાન્ય એક સામાન્ય સ્ત્રી એક અનુસુચિત જનજાતિની મહિલા અનામત બેઠક અને એક સામાન્ય સ્ત્રી બે આદિજાતિની બેઠકનો સમાવેશ થાય છે. સામાન્ય સ્ત્રી બેઠક ઉપર રિઝર્વ કોટાના ઉમેદવારને ઉતારવાની વેતરણમાં ભારતીય જનતા પાર્ટી હોય ઉજળીયાત વર્ગનાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ ઉપરાંત વોર્ડ નંબર ૦૫ કે જે પરંપરાગત રીતે કોંગ્રેસનાં ગઢ સમાન હોય તમામ બેઠકો કોંગ્રેસ જીતતી આવી છે તયારે ગત ૨૦૧૫ ની ચુંટણીમાં ભાજપાના લધુમતી આગેવાનો કાર્યકરોના પ્રયાસ પોતાના સમાજના મતો ભાજપા તરફે નંખાવતા બે બેઠકો ભાજપાએ મેળવી હતી, હાલ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપામાંથી લધુમતી આગેવાનો મહંમદખાન પઠાણ, ઇરફાન આરબ સહિત આશિક પઠાણે પાર્ટી પાસે ટિકિટ માંગી હતી છતા આ મુરતીયાઓને ટિકિટ આપવાની દિશામાં કોઈ જ પહેલ ભાજપા દ્વારા કરવામાં આવી હોય એવુ લાગતું નથી. વોર્ડમાં અડધો અડધ મુસ્લિમ સમાજના મતદાર હોવા છતાં એક પણ મુસ્લિમ સમાજના ઉમેદવારની પસંદગી નહી કરવી એ ભાજપા માટે ગત ચુંટણીમાં મેળવેલ બે બેઠકો પણ ગુમાવવાનું કારણ બની શકે છે. ભાજપા મુસ્લિમ સમાજના ઉમેદવારને ટિકિટ આપતી જ ન હોય મતદારો પાસે આગેવાનો કયાં મોઢે મત માંગવા જશે ??? તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે
ભાજપા એ જો કોંગ્રેસના ગઢ ને તોડવો હોય તો જ્ઞાતિ જાતીના સમિકરણોને ધ્યાનમાં રાખીને એક મુસ્લિમ ઉમેદવાર સહિત એક ઉજળીયાત વર્ગના મહિલા ઉમેદવારની પસંદગી કરવી જ રહી. કારણ ગત નગરપાલિકામાં ભાજપાનુ બોર્ડ ભાજપાને આ વોર્ડમાંથી બે સીટ મળી હતી તેથી જ બન્યુ હતુ. કોંગ્રેસે બે સીટ ગુમાવતાં સત્તામાંથી હાથ ખંખેરી નાંખવા પડયા હતાં.
જોકે હજુ સત્તાવાર રીતે કોઈ પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી નથી, પરંતુ વોર્ડ નંબર ૦૫ રાજપીપળા નગરપાલિકામાં સત્તાની ધુરા સુધી પહોંચાડવામા એક મહત્વનું પરિબળ બની રહેશે જેને આ વોર્ડમાં સત્તા પ્રાપ્તિ માટે ચક્રવ્યૂહ ભેદયો સત્તા તે પક્ષના ખોળે જઇને બેસસે એ ચોક્કસ કહી શકાય સૌનો સાથ અને સૌનો વિકાસના મોટે મોટેથી નારા લગાવનાર ભાજપ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપશે કે નહીં ???? આ સવાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી