Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે આજે ૧૪ ઉમેદવારી નોંધાઈ.

Share

આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે ત્રીજા દિવસે તા.૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને બુધવારના રોજ નર્મદા જિલ્લા પંચાયતની ખોપી બેઠક માટે ૧ ઉમેદવારી નોંધાઈ છે, જ્યારે નાંદોદ તાલુકા પંચાયતની ભદામ, પોઇચા, શહેરાવ અને વાઘેથા સહિતની બેઠકો માટે કુલ-૪ તેમજ સાગબારા તાલુકા પંચાયતની દેવસાકી, ખોપી અને ઉભારીયા સહિતની બેઠકો માટે કુલ-૩ ઉમેદવારી નોંધાઇ છે. તેમજ રાજપીપળા નગરપાલિકાના વિવિધ વોર્ડની બેઠકો માટે કુલ-૧૪ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી છે. ગઇકાલની જિલ્લા પંચાયતની બેઠક માટેની નોંધાયેલી ૧ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ-૦૨ ઉમેદવારી નોંધાઇ છે. જ્યારે ગઇકાલની તાલુકા પંચાયતની બેઠક માટે નોંધાયેલી ૧ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ – ૦૮ ઉમેદવારી નોંધાઇ છે. જ્યારે રાજપીપળા નગરપાલિકાની બેઠકો માટે ગઇકાલ સુધીમાં નોંધાયેલી ૧૪ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ નગરપાલિકા માટે કુલ-૨૮ ઉમેદવારી નોંધાઈ હોવાના અહેવાલ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ડભોઇ રેલ્વેમાં કરોડોનાં કેબલ બળીને ખાખ : સલામતીની ચુક.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગુજરાત જેવા દારૂ નિષેધ રાજ્યમાં મોટા મોટા બુટલેગરોને પકડવામાં ઢીલાસ કેમ? : ગુજરાત હાઇકોર્ટે પોલીસને કરી ટકોર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!