Proud of Gujarat
FashionFeaturedGujarat

રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષક એસ.જે.જોષીનું જિલ્લામાં આગમન: કાર્યભાર સંભાળ્યો

Share

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, (SVPRET) ના ચીફ મેનેજરશ્રી એસ.જે.જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે જોષીએ આજે રાજપીપલા ખાતે આવી પહોંચીને તેમનો ચૂંટણી નિરીક્ષકશ્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો. ચૂંટણી નિરીક્ષક એસ.જે.જોષીએ આજે રાજપીપલા ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.વ્યાસ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાથે બેઠક યોજીને જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની વિગત, ચૂંટણીલક્ષી તાલીમ વ્યવસ્થા, ચૂંટણી ફરજ પરનો સ્ટાફ, ઇ-વી.એમ. વ્યવસ્થા, ચૂંટણીલક્ષી સામગ્રી, મતદાન મથકોની વિગતો, ચૂંટણી સ્પર્ધાના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની તેમજ ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર કરવા અંગેની કામગીરી તથા પોલીસ બંદોબસ્ત સહિત કાયદો અને વ્યવસ્થા જાળવણીની બાબતો અંગે જરૂરી વિચાર-વિમર્શ કરી આંકડાકીય વિગતો મેળવી હતી.

રાજપીપળા : આરીફ કુરેશી

Advertisement

Share

Related posts

સુરતમાં જાણીતા બિલ્ડર ગ્રુપને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આઇ.ટી.ના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો છે.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગ્રામ પંચાયતમાં સતત ચોથીવાર ગફુરભાઈ મુલતાની ઉપ સરપંચ પદે બિનહરીફ વિજેતા બન્યા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં સંગઠનાત્મક કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા બેઠકનુ આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!