Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા નગરપાલિકાનાં બાકી લ્હેણાંને લઈને બંને પાલિકા પૂર્વ પ્રમુખોને ડિસ્ટ્રીકટ કોર્ટે આપ્યો સ્ટે : ભરત વસાવા અને મહેશ વસાવા ચૂંટણી લડી શકશે.

Share

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ વચ્ચે ઉમેદવારો ફોર્મ ભરવા પડાપડી કરી રહ્યા છે ત્યારે પાલિકામાં સૌથી મોટું કદ ધરાવતા પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાને પાલિકામાં બાકી લહેણું હોય એ મુદ્દે પાલિકા મુખ્ય આધિકારીએ NOC આપવાની ના પડતા તેઓ ચૂંટણીનું ફોર્મ ભરી શકેશે નહિ એ વાતે નગરમાં રાજકારણ ગરમાયુ હતું જોકે આ બાકી લહેણાનો કેસ બાબતે રાજપીપળાની એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરી સ્ટે માંગતા ડિસ્ટ્રીકટ કોર્ટે સ્ટે આપતા બંને ઉમેદવારોને હવે NOC મળશે અને જેના આધારે તેઓ ચૂંટણીનું ફોર્મ ભરી ચૂંટણી લડી શકાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા નગરપાલિકામાં વર્ષોથી અપક્ષ જૂથોનો દબદબો રહ્યો છે. ત્યારે 2014-15 માં રાજપીપળા નગરપાલિકામાં વહીવટદારને લઈને અનેક વિવાદો થયા હતા. જેથી જેતે સમયે જિલ્લા કલેક્ટરે ખાસ ટીમ મૂકી પાલિકાના હિસાબોનું ચેકીંગ કરવામાં આવ્યું જેમાં જેતે સમયે લગભગ 11 મુદ્દા ટાંકી પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા પર 26 લાખ અને કારોબારી ચેરમેન ભરતભાઈ વસાવા પર 26 લાખની રિકવરી કઢાવવામાં આવી હતી જેથી 2018 માં આ રિકવરી સામે બંને અપીલમાં ગયા હતા. જે કેસ ચાલુ છે ત્યારે આ રિકવરીને આગળ ધરી હાલની ચૂંટણીમાં તેમને એન.ઓ.સી. ન મળે તેઓ ચૂંટણી ફોર્મ ના ભરી શકે જે બાબત સામે આવતા સોમવારે તેમની અપીલની તારીખ હોય જેમાં મહેશ વસાવા તરફેણમાં એડવોકેટ અનિરુદ્ધ પંડ્યા અને ભરતભાઈ વસાવા તરફેણમાં એસ.કે જોશી દ્વારા અપીલ કરવામાં આવતા નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટમાં બંને વકીલોએ આ રિકવરી છે તે સામાન્ય સભામાં અને કારોબારીમાં તમામ સભ્યો વચ્ચે લેવાયેલો નિર્ણય હોવાની રજુઆતને કોર્ટે મંજુર રાખી સ્ટે આપવામાં આવતા તેમનો હવે ચૂંટણી લડવાનો રસ્તો આસાન થયો છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ભરૂચ : BTP નાં શાસનમાં નેત્રંગ ” હતું ત્યાંને ત્યાં જ ” કોંગ્રેસ સમક્ષ હૈયાવરાળ ઠાલવતા ગ્રામજનો.

ProudOfGujarat

વડોદરાના ગોલ્ડન મેન પ્રભુ સોલંકીની 30 લાખના નકલી સોનાના પ્રકરણમાં થઇ ધરપકડ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં શિવરાત્રી પર્વની ઉમંગથી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!