ગરુડેશ્વર તાલુકાના કોઠી ગામના કેટલાક વ્યક્તિઓએ BLO ને નામો મતદાર યાદીમાં નોંધવા ડોક્યુમેન્ટ સાથે આપ્યા હતા પરંતુ 20 થી 30 વ્યકિતઓનાં નામો મતદાર યાદીમાં ન સમવાતા રોષ જોવા મળ્યો છે ત્યારે કોઠી ગામના જાગૃત નાગરિકે ગરુડેશ્વર મામલતદાર અને જિલ્લા કલેકટરને આ બાબતે રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મતદાર યાદી સુધારણના કાર્યક્રમ સમયે નવેમ્બર 2020 માં કોઠી પ્રાથમિક શાળા ખાતે BLO 266 ને 20-30 વ્યક્તિઓએ પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા પરંતુ તેઓના નામો હજી મતદાર યાદીમાં સમવાયા નથી તો શું આ લોકો મતદાન કરી શકશે કે કેમ ? તેવા સવાલો સાથે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરાઈ છે.
એકતરફ તંત્ર વધુમાં વધુ મતદાન થાય તે માટે ધમપછાડા કરે છે બીજી બાજુ જો મતદાર યાદીમાં નામ નોંધવા દસ્તાવેજ આપ્યા હોય અને નામો દાખલ ન થયા હોય તો BLO અને તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થાય છે કેમ કે ચૂંટણીઓ આવી છે અને પુખ્ત વયના નાગરિકો મતદાનથી વંચિત રહે તો તેમના બંધારણીય હકોનું પણ હનન થયું ગણાય જેથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી