વડોદરા રેન્જ આઈજીપી અભય ચુડાસમાની સીધી સૂચનાથી આર.આર સેલે સાગબારાના સેલંબામાં રેડ પાડી ૧૦ ઈસમોને ૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા.
રાજપીપળા:નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ થોડા સમય પેહલા પોલીસ અધિકારીઓની મીઠી નજર હેઠળ નર્મદા જિલ્લામાં દારૂ-જુગારના અડ્ડાઓ કાર્યરત હોવા બાબતનો એક પરિપત્ર બહાર પાડ્યો હતો.એ બાદ નર્મદા જિલ્લા પોલીસના વિવિધ વિભાગોમાં ધરખમ ફેરફારો પણ કરવામાં આવ્યા હતા.નર્મદા જિલ્લા પોલીસ વડાના કડક વલણ બાદ એકંદરે રાજપીપળા સહિત જિલ્લાના અમુક વિસ્તારોમાં દારૂ-જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓમાં રોક જરૂર લાગી છે.
પણ આ તમામની વચ્ચે બુધવારે ચોક્કસ બાતમીને આધારે વડોદરા આર.આર સેલે વડોદરા રેન્જ આઈજીપી અભય ચુડાસમાની સીધી સૂચનાથી નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના સેલંબામાં અચાનક રેડ પાડી હતી.દરમિયાન ૧૦ જેટલા ઈસમોને ૮૮૭૫ રૂપિયા રોકડા ૧૯,૫૦૦ રૂપિયાના ૧૧ નંગ મોબાઈલ,૧.૧૦ લાખની ૪ બાઈકો,૬૫૦ રૂપિયાનો અન્ય સામાન મળી કુલ ૧.૩૯.૦૬૫ રૂપિયાના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો સાગબારા પોલીસને ઊંઘતી ઝડપી પાડી વડોદરા આર.આર સેલે જુગારીઓને પકડી પાડવાનો આ બનાવ જિલ્લામાં ચૌરે અને ચૌટે ચર્ચાઈ રહ્યો છે.
■જુગાર રમતા પકડાયેલ આરોપીઓ
(૧) નંદલાલ ગુલાબ વસાવા (૨) પંકજ રમેશ વસાવા (૩) ભગવાન હમલા વસાવા (૪) શંકર પીતાંબર નવલે (૫) રાજેશ વિશ્વનાથ ચૌધરી (૬) જાવેદ હમીદ પિંજારા (૭) રાજેન્દ્ર શંકર ચૌધરી (૮) મનોજ નિમુલાલ ગુપ્તા (૯) જીતેન્દ્ર મનોહર ઉર્ફે દિલીપ વસાવા (૧૦) શહીદ હનીફ પંજારી