રાજપીપળાનાં અમુક વિસ્તારોમાં આચાર સંહિતાનું ઉલ્લંધન થઈ રહ્યું છે. હાલનાં સમયમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીનાં બેનરો લાગેલા છે.
સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર હોય આગામી સમયમાં મતદાન થવાનું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આચાર સંહિતા લાગુ પડી ગઈ છે તેમ છતાં રાજપીપળા સફેદ ટાવર, કાલાઘોડા, રંગ અવધૂત મંદિર, બ્રહ્મકુમારી પાસે તમામ જગ્યાઓ પર હજુ પણ ભાજપનાં બેનરો લાગેલા હોય આચાર સંહિતાનું ઉલ્લંધન થઈ રહ્યું છે. આ બેનરોની પાછળ શું કોઈ રાજ રમત છે ? કે પછી ભારતીય જનતા પક્ષને ફાયદો પહોંચાડવા માટે હજુ પણ બોર્ડ મૂકી રાખવામા આવ્યા છે. શું જવાબદારોને તેમની જવાબદારીનું ભાન છે કે નહીં ? આ બેનરો રાજપીપળાનાં ચોકમાં લાગેલા હોય તેની પાછળ આખરે કયાં કારણો જવાબદાર છે ? તેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાય છે. શું આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી આ બેનરો ઉતારવામાં નથી આવ્યા ? આવી અનેક વાતો પ્રજામાં થઈ રહી છે.
અહીં નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર હોય આચાર સંહિતા અમલમાં હોય તેમ છતાં ભારતીય જનતા પાર્ટીનાં બેનરો રાજપીપળામાં લાગેલા છે આ એક ચોકકસ ભાજપને ફાયદો પહોંચાડવાની વાત હોય કે શું ? પરંતુ જવાબદારી પૂર્વક આ બેનરો હટાવવામાં નહીં આવતા હોવાની ચર્ચાઓએ વેગ પકડયું છે અને અન્ય પાર્ટી તેમજ પ્રજાનાં એવા આક્ષેપો છે કે આ બેનરો ન હટાવવા પાછળ આખરે શું રાજ રમત છે ?
રાજપીપળા : આરીફ જી કુરેશી