પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા સુચના અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા તેઓનો એલ.સી.બી. સ્ટાફ નાઓ દ્વારા જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી જીલ્લાની અલગ-અલગ ગુનાના કામના નાસતા-ફરતા બે આરોપીઓ ઝડપી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે સોંપવામાં આવ્યા.
જેમાં એલ.સી.બી. નર્મદા દ્વારા ગરૂડેશ્વર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના કામના નાસતા ફરતા આરોપી ગૌતમભાઇ અરવિંદભાઇ પટેલ રહે. કર્વી, તા. ઉંઝા, જી.મહેસાણાનાનો ગુના કામે નાસતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીને ઉંઝા ખાતેથી પકડી ગુનાના કામે ગરૂડેશ્વર પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા જ્યારે રાજપીપલા પોલીસ મથકમાં કુલ બે ગુનાના કામનો નાસતો ફરતો આરોપી શબ્બીરખાન રસુલખાન પઠાણ રહે. વોરા કોલોની, તા.જી. વડોદરાનાને પકડી ગુનાના કામે રાજપીપલા પોલિસ સ્ટેશાનને સોંપવામાં આવ્યા હતા.
રાજપીપળા : આરીફ જી કુરેશી