Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફાયર સેફટી અંગે તંત્ર એકશનમાં : રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવતા અનેક એકમોને નોટિસો ફટકારાઈ.

Share

– નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ફાયર સેફટીની સુવિધાઓ ઉભી કરી રિજનલ ઓફિસર પાસે NOC પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આગના અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં નિર્દોષ લોકોએ જાન ગુમાવી છે ત્યારે ફાયર સેફટી તેમજ યોગ્ય સુવિધાઓ વિના ચાલતા વ્યવસાયિક, સરકારી, ખાનગી એકમો ઉપર લગામ ખૂબ જરૂરી બની છે ત્યારે ગુજરાત સરકાર આ બાબતે સજાગ બની છે અને જાણવા મળ્યા મુજબ સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વિવિધ સરકારી તેમજ ખાનગી એકમોને ફાયર સેફટી અંગે પૂરતી વ્યવસ્થા કરવા માટે નોટિસો ફટકારવામાં આવી રહી છે આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર પરાક્રમ જે અનુસંધાને રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવતા 70 જેટલા સરકારી અને ખાનગી એકમોને નોટિસો આપવામાં આવી છે સાથે જ જુદા જુદા એકમો માટે ફાયર સેફટી અંગે કઈ સુવિધાઓ ઉભી કરવાની છે તે અંગે માહિતી પણ આપવામાં આવી છે.

જેમાં હોસ્પિટલ , નર્સિંગ હોમ, હોટેલ રેસ્ટોરન્ટ, કમ્યુનિટી હોલ, મલ્ટીપ્લેક્ષ, પેટ્રોલપંપ, ઈન્ડસ્ટ્રી, બહુમાળી મિલકતો, ટ્યૂશન કલાસીસ, સરકારી કચેરીઓ સહિતના ક્ષેત્રફળ અને બાંધકામ આધારે ફાયર સેફટી વિશે આપેલ વિગતો મુજબ સુવિધાઓ ઉભી કરી અરજદારે ફાઇનલ NOC માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને આપવાની ત્યારબાદ ચીફ ઓફિસર સુરત રિજનલ ફાયર ઓફીસમાં NOC માટે અરજી દાખલ કરશે સ્થળ તપાસ બાદ સમય મર્યાદામાં અરજદારને NOC આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરાઈ છે. નિયમોનો ભંગ કરનાર સામે ધી ગુજરાત ફાયર પ્રિવેનશન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ ૨૦૧૩ મુજબ કાયદેસર કાર્યવાહી કરશે તેમ પણ જાણવા મળ્યું છે.

Advertisement

આગામી સમયમાં નિયમો અનુસાર જો ફાયર અંગેના પ્રમાણપત્રો આપવામાં આવશે તેમજ કોઈ નિયમોનો ભંગ કરે તેની સામે કડક પગલાં લેવાશે ત્યારે
જ આવા કાયદાઓ સાચા અર્થમાં સાર્થક થશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ભરૂચના તવરા પાંચ દેવી મંદિરથી જવારાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઇ.

ProudOfGujarat

નર્મદાની 6 બાળાઓને દત્તક લઈ એસબીઆઇ કર્મીઓએ પ્રજાસત્તાક દિન ઉજવ્યો.

ProudOfGujarat

હાલોલમાં આવેલ કરીમકોલોની ખાતે ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી :જાનહાનિ ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!