– જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના હસ્તે ધ્વજવંદન કરાયું.
– જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી કરનારનું સન્માન કરાયું.
– જિલ્લા કલેકટર ડી.એ. શાહ દ્વારા વૃક્ષારોપણ કરાયું.
નર્મદા જિલ્લામાં 72 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રાજપીપળા મુખ્યમથક ખાતે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં કરાઈ હતી. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જીલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધુન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડસ વગેરે પ્લાટુનોની પરેડ યોજાયી જેનું જિલ્લા કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું.
રાજપીપળાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા, સંસ્કૃતિક કાર્યક્રમમાં તેમજ પરેડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતાને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ઉપરાંત જિલ્લામાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરી રાજ્યકક્ષાએ જિલ્લાનું નામ રોશન કરનારને પણ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
કોરોના કાળમાં જ્યારે દેશ હચમચી ગયો હતો તેવા કપરા સમયમાં જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ઉત્તમ કામગીરી કરનાર કોરોના વોરિયર્સનું પણ એવોર્ડ અને પ્રમાણપત્રો આપી સન્માન કરાયું હતું.
રાજપીપળા : આરીફ જી કુરેશી