– બે વાર ધરણાં અને વિરોધ હડતાળ કરી સરકારે માંગણી બાબતે લેખિત બાંહેધરી આપી પણ આજદિન સુધી અમલ નહીં.
– આંદોલનની રણનીતિ નક્કી કરવા નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની મિટિંગ.
કોરોના વોરિયર્સ તરીકે આખો દેશ જેમને માન આપે છે તેવા પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ એટલેકે આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે. સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મીઓ સાથે નર્મદા જિલ્લાના જુદી જુદી ૦૭ કેડરના ૩૫૦ જેટલા આરોગ્ય ખાતાના કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળની સૂચના મુજબ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે.
ગત 16 મી એ કોરોના વિરોધી રસીકરણનો પણ કર્મચારીઓ દ્વારા વિરોધ કરાયો હતો ત્યારબાદ સરકાર સાથે આરોગ્ય કર્મચારી મહામંડળની બેઠક નિષ્ફળ નિવડતા આગામી સમયમાં આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ લાગી રહ્યા છે. આજે રાજપીપળા ગાર્ડન ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ મિટેશભાઈ ભટ્ટની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.
મિતેષ ભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના 350 જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે સરકાર તરફથી કોઈ પ્રતિષાદ ન મળતા આંદોલન વેગવંતુ બને તે માટે રાજપીપળા ખાતે મિટિંગનું આયોજન કરાયું છે. આગામી સમયમાં ગાંધીનગર ખાતે પગલાં સમિતિ જે રણનીતી નક્કી કરશે તે મુજબ કાર્યક્રમ રહેશે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા અમે કોરોના રસીકરણનો પણ વિરોધ કર્યો હત%