વોર્ડ નં-૪ ના સીમાંકનના નકશા મુજબ દોલતબજાર, સ્ટેશનરોડના મતદારો વોર્ડ નં-૬ સમાવેશ કરતા તે મતદારોને યથાવત વોર્ડ નં-૪ માં કરવા
આવેદનપત્ર જણાવવાનું હતું કે વોર્ડ નં-૪ માંથી ઉમેદવારી કરવાનો છું. વોર્ડ નં-૪ ની મતદાર યાદી જોતા અગાઉ વોર્ડ નં-૪ દોલતબજારનાં આશરે ૧૫૦-૨૦૦ મતદારોના નામો ભુલથી વોર્ડ નં-૬ માં સમાવેશ કરેલ છે. આ તમામ મતદારિનો વ્યક્તિગત પણ વિરોધ હોવાથી તેઓના મારફતે મતદારોને વોર્ડ નં-૪ માં જ સમાવેશ કરવા હાલની અરજ ગુજારેલ છે.
રાજપીપળા નગરપાલીકામાં સીમાંકન અગાઉ થયેલ છે. સદર સીમાંકન જોતા સ્ટેશન રોડ, દોલતબજાર વોર્ડ નં-૪ માં છે જેથી મતદાર યાદીમાં સદર સ્ટેશન રોડ, દોલતબજારના મતદારોને વોર્ડ નં-૪ માં જ મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે જેથી વોર્ડ નં-૬ માંથી વોર્ડ નં-૪ ના તમામ મતદારોનો સામાવેશ કરવા આવેદનપત્ર આપીને નમ્ર વિનંતી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી