Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્યમાં વધતી બેરોજગારી મુદ્દે નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આવેદન.

Share

ગુજરાત રાજ્યમાં વધતી જતી બેરોજગારી મુદ્દે નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં બેરોજગારી વધી રહી છે જે ચિંતાનો વિષય છે નોટબંધી, જીએસટી તેમજ હાલ કોરોનાનાં કારણે મંદીનો માહોલ છે. બેરોજગારી ચરમસીમા ઉપર છે, લાખો બેરોજગાર યુવાનો સરકાર સમક્ષ આશા રાખીને બેઠા છે. સરકાર આવી પરિસ્થિતિમાં યુવાનોને રાહત થાય તે દિશામાં યોગ્ય પગલાં લે તેવી માંગ કરી છે. બેરોજગાર યુવાનો માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો યુવક કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ તેઓ ચીમકી ઉચ્ચારી છે. જેમાં નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા, નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, અમિત વસાવા, સોસીયલ મીડિયા કો ઓર્ડીનેટર, જીગ્નેશ વસાવા સહિતના યુવાઓ હાજર રહ્યા હતા.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

NCC ગૃપ વડોદરા દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય નર્મદા ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

માંગરોળ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ખાતે બાળકોને પ્લસ પોલિયોની રસી પીવડાવી.

ProudOfGujarat

આમોદ પોલીસે આછોડ સ્મશાન પાસે ખુલ્લામાં રમાતો જુગાર ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!