રાજપીપળાનાં વિસ્તારમાં આવેલી હઝરત નિઝામ દાદાની દરગાહનો દર વર્ષે ઉર્ષ શાનો શોકતથી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. સંદલમાં પણ મોટી માત્રામાં લોકો જોડાય છે અને બીજા દિવસે ઉર્ષ રાત્રે કવ્વાલીનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવે છે પણ આ વર્ષે જે ભારત સહિત વિશ્વમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે અને જે સરકારની અને પોલીસને જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એનો પૂરેપૂરો ખ્યાલ રાખીને અને કોરોનાનો ચેપ ના વધે એ ધ્યાન રાખીને દરગાહના ઉર્ષ સાદગીથી ઉજવવામાં આવ્યો હતો.
નિઝામ શાહ મસ્જિદનાં ઇમામ સૈયદ જીલામી મિયા (ઉર્ફે કાદરી બાપુ) એ વધુમાં જણાવ્યું હતું કે દરગાહનો ઉર્ષ ૬૩૩ વર્ષથી ઉજવવામાં આવે છે એમાં હિન્દુ અને મુસ્લિમ આ દરગાહ પર આવીને પોતાની આસ્થા રાખી પૂરી કરે છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી
Advertisement