આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને બીટીપી ઉપરાંત આમ આદમી પાર્ટી ચૂંટણીનો તખ્તો તૈયાર કરી રહી છે. નર્મદા જિલ્લામાં આવનાર તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી ખુબ જ નિર્ણાયક બની રહેશે ત્યારે તમામ પક્ષ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. રાજપીપળા પાલિકાની ચૂંટણીઓને ધ્યાને લઇ ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસના ઓબ્ઝર્વર સંગ્રામસિંહ રાઠવાએ રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસ ખાતે ધારાસભ્ય પી.ડી. વસાવા, જિલ્લા પ્રમુખ હરેન્દ્રભાઇ વાળંદ, સહિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી આગામી રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ ઇચ્છુકો સાથે ચર્ચા કરી હતી.
સંગ્રામસિંહ રાઠવાને કોંગ્રેસ દ્વારા રાજપીપળા નગરપાલિકા ચૂંટણીઓનાં પ્રભારીનું સુકાન સોંપવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે રાજપીપળા આવી ઇચ્છુક ઉમેદવારોની વાત સાંભળી ગત સમયમાં ભાજપની સરકાર દ્વારા રાજપીપળા નગરપાલિકામાં મોટા ભ્રષ્ટાચાર થયા છે. ગટર, રોડ રસ્તા, ગંદકી જેવી રાજપીપળામાં મોટી સમસ્યાઓ છે ત્યારે આ વખતે કોંગ્રેસ લહેરાશે. ઉપરાંત જણાવ્યું હતું કે જાગૃત પ્રજા જાણે છે કે ભાગલાવાદી, ઝઘડાવાદી પાર્ટી કેવું કામ કર્યું છે. ઉપરાંત ગત સમયમાં કોંગ્રેસના વિપક્ષ નેતા ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું તે વિશે પૂછતાં જણાવ્યું હતું કે વિપક્ષની ભૂમિકાની પણ ચર્ચા કરી છે. ઉપરાંત ઓવેસીની પાર્ટી અને બિટીપીના ગઠબંધન વિશે જણાવ્યું હતું કે તેમનો ઉપયોગ વોટ તોડવા માટે થઈ રહ્યો છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી