નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકાઓનાં છેવાડાના ગામોમાં વાહન વ્યવહાર નિયમિત થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે સામાન્ય રીતે અંતરિયાળ ગામડાઓમાં એક ટાઈમ સરકારી બસ જતી હોય છે તો કેટલાક ગામોમાં બસ પહોંચતી નથી ત્યારે નેચરલ વિલેજ ગ્રુપ નર્મદા દ્વારા ડેડીયાપાડામાં અંતરિયાળ ગામોમાં બે ટાઈમ બસ સેવા શરૂ કરવાની માંગ સાથે ભરૂચ વિભાગીય કચેરીને સંબોધતુ આવેદન રાજપીપળા ડેપો મેનેજરને આપવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યું હતું કે અત્યારે ડેડીયાપાડા તાલુકાનાં પૂર્વ વિસ્તારના કણજી, વાંદરી, માથાસર, ડુંડામાલ, ડુમખલ વિસ્તારના ગામોમાં અંદાજિત ૭૪૦૦ જેટલી વસ્તી રહે છે. આ વિસ્તારના સ્થાનિક ખેડૂતો, મહિલા, બહેનો, ભણતા વિધ્યાર્થીઓ, સ્થાનિક વેપારીઓ સહિત મજૂર શ્રમિકોને ૪૫ થી ૫૫ કિલોમીટર દૂર ડેડીયાપાડા, રાજપીપળા, અંકલેશ્વર સુધી જવા માટે કોઈ બસની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી આ સુવિધા ચાલુ થાય તે હેતુથી “નેચરલ વિલેજ ગ્રુપ-નર્મદા’, ગ્રુપ ગ્રામ પંચાયત, અને સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તો ખુલ્લો કરવાનું સમારકામ પૂર્ણ કરેલ છે. આથી આ વિસ્તારમાં સવારે ૮:૩૦ અને બપોરના ૨.૩૦ સમયે બસનો રૂટ “ડેડીયાપાડાથી વાંદરી ગામ સુધી બસ ચાલુ થાય તેવી સર્વે ગ્રામજનો અને ગ્રુપ ગ્રામ પંચાયત વતી માંગ કરી છે.
ડેપો મેનેજર અમને એવું આશ્વાસન આપ્યું છે કે બે થી ત્રણ દિવસમાં ડુંગર અને વાંદરી સુધીના રસ્તાનું સર્વે કરે સર્વે થયા બાદ દસ દિવસ આ બસ સુવિધા પણ સંપૂર્ણ વ્યવસ્થા સાથે બસ ચાલુ કરવામાં આવશે આવું રાજપીપળા ડેપો મેનેજર જણાવ્યું છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી