હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે રાજપીપળા શાકમાર્કેટ વિસ્તારમાં તૂટેલી ગટર બનાવવા રહીશોએ વારંવાર રજુઆત કરવા છતાં પાલિકાએ ગટર ન બનાવતા આખરે કંટાળીને રહીશોએ સ્વખર્ચે ગટરનું રીપેરીંગ કરાવ્યું.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળાના કસ્બાવાડ પાસે આવેલ શાકમાર્કેટ મુખ્ય માર્કેટ છે જ્યાં રોજ હજારો લોકો શાકભાજી ખરીદવા આવે છે ત્યારે માર્કેટની વચ્ચે એક ગટર ઘણા સમયથી તૂટી ગયેલ હતી ત્યરે ત્યાંથી અવરજવર કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હતો ત્યારે જાગૃત સ્થાનિકો દ્વારા રાજપીપળા નગરપાલિકાના સભ્યો તેમજ પાલિકાને વારંવાર રજુઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આખરે કંટાળી સ્વ ખર્ચે ગટર રીપેર કરવી હતી ત્યારે રહીશો રાજપીપળાના ખાડે ગયેલ વહીવટનો ભોગ બન્યા હતા અને આત્મનિર્ભર બની જાતે જ ગટર રીપેર કરવી દીધી હતી.
રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજપીપળા નગરપાલિકાનો અંધેર વહીવટ : શાકમાર્કેટનાં લોકોએ આત્મનિર્ભર બની સ્વખર્ચે ગટર બનાવી.
Advertisement