બેક ખાતા માંથી મારા ખાતા માંથી રૂ.૪,૫૮,૫૯૫/ ઉપાડી લીધા
વારંવાર આવા બનાવો બનતા રહે છે પણ છતાં અમુક લોકોમાં જાગૃતતી કેમ રાખતા નથી કોઈ પણ બેંક હોય મોટાભાગે આવી રીતે ફોન કરીને કોઈપણ દિવસ માહિતી માંગતી નથી પણ લોકો કેમ આવા વારંવાર આવી બનવા શિકાર બનતા હોય છે
ફરિયાદી મુજબ : રવિન્દ્રકુમાર જગ્ગનનાથ પ્રસાદ બંસલ ઉ.વ ૭૩ ધંધો આશ્રમ સેવા રહે, ભાગવત શિક્ષણ એ.વ ગૌરક્ષા ટ્રસ્ટ આશ્રમ સાંઢીયા તા. ગરૂડેશ્વર જી. નર્મદા મુળ રહે, ૧૦૨,બંસી એવન્યુ મોટા બજાર વલ્લભ વિધ્યાનગર તા.જી. આણંદ
ફરિયાદી મુજબ આરોપી નું નંબર મો.નં ૮૩૮૯૯૨૨૯૩૮ નો શર્મા નામ જણાવેલ
પ્રાપ્ત માહિતી અનુસાર ગુનો એવી રીતે કે આજ રોજ કલાક 4 : 11 વાગે કલાક 5 /૧૦ ના સમય દરમ્યાન મારા મોબાઇલ નંબર ૯૪૨૯૩૬૭૫૫૬ ઉપર મો નં ૮૩૮૯૯૨૨૯૩૮ મોબાઇલ ફોનથી હુ બેન્ક ઓફ બરોડામાંથી શર્મા બોલુ છુ તેમ કહી તમારૂ એકાઉન્ટ સીઝ થઇ ગયેલ છે જેથી તમારો આધારકાર્ડ નંબર તથા ATM કાર્ડ નંબર આપો તો તમારૂ ખાતું ચાલું થઇ જશે તેમ જણાવી મે ATM નંબર તથા આધારકાર્ડ નંબર આપતા મારા ફોન ઉપર OTP નંબર આવેલ તે OTP નંબર બરાબર દેખાતો નથી અને OTP નંબર આપવામાં તમે લેટ પડ્યા છો તેમ કહી મારા મોબાઇલ ઉપર છ મેસેજ ના OTP નંબર મેળવી મારા બેન્ક ખાતામાંથી બેન્ક ઓફ બરોડામાંથી શર્મા બોલુ છુ તેમ કહી ખોટું નામ ધારણ કરી મારા ખાતામાંથી બદદાનતથી રૂ.૪,૫૮,૫૯૫/- મારા એકાઉન્ટ માંથી ટ્રાન્સફર કરી મારી સાથે વિશ્વાસઘાત ઠગાઇ કરી ગુનો ઇન્ફોરમેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ગરૂડેશ્વર પોલીસે ગુનો નોંધી ને આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે
રાજપીપળા : આરીફ જી કુરેશી