Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા દરબાર રોડ પરનાં અમુક વિસ્તારોમાં સફાઈ અને પાણી બાબતે 6 મહિનાથી ગંભીર સમસ્યા…

Share

– વારંવારની રજૂઆતો બાદ પણ પાલિકા તંત્રનાં પેટનું પાણી ન હલતા સ્થાનિકો હવે કલેકટર સમક્ષ રજૂઆત કરશે.

રાજપીપળા નગરપાલિકા દ્વારા વેરો વધારો ઝીંકાયો હોવા છતાં અમુક વિસ્તારો પ્રત્યે જાણે ઓરમાયું વર્તન રખાતું હોય એમ લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને દરબાર રોડ માલિવાડ, મોચીવાડ, પારેખ ખડકી જેવાં નાના વિસ્તારોમાં સફાઈ અને પીવાના પાણીની છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી બુમ હોવા છતાં વારંવાર આ બાબતે રજૂઆતો કર્યા બાદ પણ આ બાબતે કોઈ કાયમી ઉકેલ આવતો નથી જેમાં આ પૈકી અમુક વિસ્તારોમાં જો સફાઈ કામદાર રજા પર હોય તો અન્ય કોઈ વ્યવસ્થા ન થતા ગંદકી ખદબદે છે. જયારે પીવાનું પાણી પણ પૂરતા ફોર્સમાં ન મળતા ગૃહિણીઓ રોજ કકળાટ કરે છે. જોકે આ બાબતે વારંવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો ન હોય કંટાળેલા સ્થાનિકો હવે જિલ્લા કલેક્ટરને રજુઆત કરશે તેમ જાણવા મળ્યું છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ : ને.હા. નં. 48 પાલેજ નજીક 3 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી વાતાવરણમાં આશ્ચર્યજનક રીતે પલટો જોવા મળ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!