Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જીતનગર સિમમાંથી રેસ્કયુ કરાયેલ ઘાયલ દીપડાનું રાજપીપળા ફોરેસ્ટ નર્સરી ખાતે મોત : અગ્નિ દાહ અપાયો.

Share

– બે દિવસ અગાઉ સુંદરપુરા ખાતેથી ઘાયલ અવસ્થામાં રેસ્ક્યુ કરાયો હતો દીપડો.

– રાજપીપળા વનવિભાગ ઈજાગ્રસ્ત દિપડાને યોગ્ય સારવાર સમયસર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ જતાં દિપડો કણસી-કણસીને મૃત્યુ પામ્યો હોવાનુ અનુમાન…!!??

Advertisement

મળતી માહિતી અનુસાર ગત તા. 29 ને રવિવારનાં નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાનાં જીતનગર ગામની સીમમાં ભૂંડ પકડવા માટે ગોઠવવામાં આવેલ તારના ફંદામાં દિપડો ફંસાયો હોવાના સમાચાર રાજપીપળા વનવિભાગને મળતાં, પશુપાલન વિભાગની મદદથી તારમાં ફંસાયેલા અને તોફાને ચઢેલા દિપડાને ગન ઈંજેક્શન વડે બેભાન કરીને રેસ્ક્યુ કરીને રાજપીપળા રેંજની સેન્ટ્રલ નર્સરી ખાતે પાંજરામાં પૂરીને રખાયો હતો.

ખેતીનો બગાડ કરતાં ભુંડાઓને પકડવા માટે ગોઠવવામાં આવેલ મજબૂત તારનાં ફંદામાં ફંસાયેલા દિપડાએ છુટવા માટે ભારે ધમપછાડા કરતાં ગાળીયો પેટનાં ફરતે વધુને વધુ ભિંસાઈ ગયો હતો જેના કારણે દિપડાને આંતરીક ઈજાઓ થઈ હોવાની પુરી શક્યતાઓ હતી, રાજપીપળા વનવિભાગ દ્વારા દિપડાને વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવા અંગેનો નિર્ણય સમયસર નહીં લેવાતા અને દિપડાને જરૂરી સારવાર સમયસર ના મળતાં તા. 1 ડીસેમ્બર રાત્રીનાં 8 કલાકે દિપડાનું પાંજરામાં મોત નીપજ્યું હતું તેવું માનવામાં આવી રહ્યું છે.

જોકે આ બાબતે રાજપીપળાનાં RFO એ કેમેરા સામે બોલવાની ના પાડી હતી અને મૌખિક જણાવ્યું હતું કે દીપડાને બે દિવસ સારવાર અપાઈ હતી પરંતું આંતરિક ઇજાઓને કારણે તેનું મૃત્યુ થયું હતું ડોક્ટર અને પંચોની હાજરીમાં પી.એમ કરી તેને અગ્નિદાહ આપયો છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

હાલોલ ખાતે રથયાત્રા પૂર્વે તડામાર તૈયારીઓ….

ProudOfGujarat

ગોધરા : શ્રી દશા શ્રીમાળી સોની જ્ઞાતિપંચ દ્વારા વેક્સિન બુસ્ટરડોઝ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : વરલી મટકા અને આંક ફરકનો જુગાર રમતા ઈસમો સામે ક્રાઇમ બ્રાંચે બોલાવી તવાઇ, પાલેજ અને પાનોલી ખાતેથી હજારોના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!