૧ લી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં એઇડસ દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે રાજપીપળા ખાતે આ દિવસે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકનાં ચેરમેન એન.બી.મહીડા, બ્લોક હેલ્થ ઓફિસર ડો.સુમન, ડો.જીગીષાબેન ભોયા, વિજ્ઞાન લેખક દિપકભાઇ જગતાપ, આઈસિટીસી રાજપીપળાનાં કાઉન્સિલર સંદીપ ભાઈ પટેલ, આઇસીટીસી ડેડીયાપાડાના નિલેશભાઈ ગામીત વિહાણ પ્રોજેકટના ORW ગીતાબેન પટેલ સહિત રેડક્રોસ ટીમ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દરેક મહનુભવોએ એચ.આઇ.વી. બાબતે પોત-પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. જ્યારે આ ક્ષેત્રમાં યોગદાન આપનારાઓનું પ્રમાણપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું જેમાં એચ.આઈ.વી એઈડસ પીડિતો અને સમલિંગો માટે દેશ અને વિશ્વમાં સારી કામગીરી કરનારા રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ઉપરાંત નર્મદા જિલ્લામાં પ્રથમ એચ.આઈ.વી તરીકે જાહેર થનાર ભરતભાઈ શાહ તેમજ એઇડસ અંગે વિજ્ઞાન લેખો લખનાર વિજ્ઞાન લેખક દીપકભાઈ જગતાપ, ગુંજનભાઈ મલાવીયા, સંદીપભાઈ પટેલ સહિતનાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભરત શાહે આ તબક્કે દરેક સમાજના લોકોને મેસેજ આપતા જણાવ્યું કે એચ.આઇ.વી. પીડિતો સાથે ભેદભાવ ન રાખી એક આમ વ્યક્તિ જેવુ જ વર્તન રાખી તેને હિંમત આપી લાબું જીવન જીવવા પ્રેરણા આપવી જોઈએ.
રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડસ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો.
Advertisement