Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા સિંધીવાડમાં એક જ કોમનાં પરિવારો વચ્ચે થયેલા ઝધડામાં 6 વ્યક્તિઓને ઇજા.

Share

રાજપીપળાનાં સિંધીવાડ વિસ્તારમાં એક જ કોમના બે પરિવારો વચ્ચે ગુરૂવારે રાત્રે ધીંગાણું થયું હતું જેમાં 6 વ્યક્તિઓને ઇજા થતાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે રાજપીપળા પોલિસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

યાહીનખાન મહેમુદખાન પઠાણે આરોપીઓ હસનભાઈ અજીજ શેખ, ઇમ્તીયાઝ અજીજ શેખ ,હમીદ અજીજ શેખ, અલ્લારખા નજીરમીયા શેખ, મુન્નીબેન શેખ, શાબેરાબાનું શેખ તમામ રહે. રાજપીપલા સિંધીવાડ તા.નાદોદ જી.નર્મદા વિરુદ્ધ આપેલ ફરિયાદ મુજબ ફરીયાદી માહીનખાન મહેમુદખાન પઠાણના પિતા મહેબુબખાન પઠાણ નાઓ પસાર થતા હતા તે દરમ્યાન આરોપી ઇમતીયાઝ અજીજ શેખનાઓ કુતરાને છુટ્ટો પથ્થર મારતા જે પથ્થર ફરીયાદીના પિતા મહેબુબખાન પઠાણને માથાના ભાગે વાગી જતા બંન્ને પક્ષે ઝઘડો થયેલ જેમા બંન્ને પક્ષે અંદરો અંદર સમાધાન કરી લીધેલ જે ઝધડાની રીસ રાખી આ કામના ફરીયાદીના ભત્રીજા સાહેદ અસ્લમખાન અલીખાન પઠાણ નાઓ ફરીયાદીની પિતા જેઓ બંદુક લાયસન્સ ધરાવતા હોય જેઓ મરણ જતા બંદુક જમા કરાવવા માટે સાહેદ જબ્બારખાન મહેમુદખાન પઠાણ સાથે જતા હતા તે દરમ્યાન આરોપીઓએ ઝઘડો કરતા સાહેદ અસ્લમે ફરીયાદીના મોબાઈલ ઉપર જાણ કરી બોલાવતા ફરીયાદી તેઓના ભાઇ અલીખાન મહેમુદખાન પઠાણ નાઓ સાથે આરોપીઓના ધર પાસે આવતા તેઓના ભત્રીજા તેમજ નાનાભાઈ સાથે ઝઘડો કરતા જોઈ આ દરમ્યાન ફરીયાદીના ભાણેજ સહેજાત અનવરહુસેન સૈયદ પણ આવી જતા તેઓ સાથે આરોપીઓ એકસંપ કરી અસ્લમ અલીખાન પાસેની બંદુક ખુચવવાની કોશીશ કરતા આ દરમ્યાન સહેજાદખાન બંદુક લેવા જતા આરોપીઓએ હથિયારો સાથે હુમલો કરતા ફરીયાદી પણ વચ્ચે પડતા આરોપી હસન અજીજ શોખ નાઓ ધારીયુ ફરીયાદીના જમણા પગના ભાગે તેમજ ડાબા હાથના કાડાના ભાગે ઝટકો મારી ગંભીર ઇજા કરી તેમજ આરોપી હમીદ અજીજ શેખ નાએ તલવાર ફરીયાદીના મારી નાખવાના ઇરાદા સાથે માથાના ભાગે જમણી બાજુ મારી ગંભીર જીવલેણ ઇજા કરી તેમજ સાહેદ સહેજાન પાસેથી બંદુક છીનવી લઇ તોડી નાંખી આરોપી અલ્લારખા શેખે તીર ધારણ ઇજા કરી તેમજ ઇશ્તીયાઝ અજીજ શેખ નાઓએ લાકડીથી સાહેદ સહેજાદખાન નાઓને લાકડીથી બરડાના ભાગે ઉપરા ઉપરી સપાટા મારી ગભીર જીવલેણ ઇજા કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા આ બાબતે રાજપીપળા પોલીસે ઇ પી કો કલમ ૩૦૭ ૫૦૪ ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, મુજબ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાહેરાબાનું અબ્દુલહુશેન અજીજભાઇ શેખે જબ્બાર મહેમુદખાન પઠાણ ,ચાહીયાખાન મહેમુદખાન પઠાણ , સહેજાનખાન અનવરહુશેન સૈયદ ,અલીખાન મહેમુદખાન પઠાણ ,અસ્લમખાન અલીખાન પઠાણ વિરુદ્ધ આપેલ ફરિયાદ મુજબ એકાદ વર્ષ ઉપર આરોપી યાહીયાખાનના પિતાજી મહેમુદખાન પઠાણ નાઓ ફરીયાદીના ઘરની ગલી પાસેથી પસાર થતા હતા તે વખતે ફરીયાદીના દિયર સાહેદ ઇતીયાઝ અજીજ શેખએ કુતરાને છુટો પથ્થર મારતા તે પથ્થર ઉછળીને મહેમુદખાન પઠાણને માથાના ભાગી જતા જતા જે-તે વખતે ઝઘડો થયેલ અને ત્યારબાદ અંદરો અંદર સમાધાન કરેલ જે ઝધડાની રીસ રાખી આરોપીઓ એક સંપ થઇ આવી જેમાં આરોપી નં-૩ સહેજાનખાન અનવરહુશેન સૈયદ નાઓ હાથમાં બંદુક લઇ આવી ફરીયાદીના દિયર સાર્વેદ ઇતીયાઝભાઇ અબ્દુલલતીફ શેખની સાથે ઝઘડો કરી ગાળા-ગાળી કરતા ફરીયાદી બહેનના આરોપીઓને સમજાવીને ઝઘડો નહીં કરવાનું કહેતા આરોપી સહેજાનખાન અનવરહુશેનખાન સૈયદએ તેના હાથમાની બંદુકનો બટનો ભાગ ફરીયાદી બહેનને પાછળ પીઠના ભાગે મારી ગુન્હો કર્યો આ બાબતે રાજપીપળા પોલીસે ઇ.પી. કો કલમ ૧૪૩.૧૪.૭.૧૪૮,૧૪૯.૩૨૩.૫૦૪ તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧)એ મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

વડોદરામાં બેન્ક ઓફ બરોડા દ્વારા કસ્ટમર આઉટ રિચ કાર્યક્રમની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયા ગામ ખાતે દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

ગોધરા શહેરની સાથે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની યાદગાર ક્ષણોની એક ઝાંખીનો વિશેષ અહેવાલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!