Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનાં સારા સ્વાસ્થ માટે નાંદોદનાં ધારાસભ્ય પી.ડી. વસાવાએ ખાસ પૂજા કરી.

Share

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલની તબિયત ખરાબ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે ત્યારે આજે તેમની તબિયત વધુ બગડતા તેમના સંબંધીઓ તેમજ અનુયાયીઓમાં ચિંતાનું મોજું ફરિ વળ્યું છે તમામ તેમનું સ્વાસ્થ જલ્દીથી સુધરે તે માટે ખાસ પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે નાંદોદનાં કોંગી ધારાસભ્ય પી.ડી વસાવાએ તેમના ખાસ આદર્શ એવા અહેમદભાઈ પટેલની તબિયત જલ્દી સારી થાય તે માટે ભુછાડ ગામે પાંચ પાંડવ મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી હતી

અને અહેમદભાઈ પટેલની તબિયતમાં જલ્દી સુધાર આવે અને તેઓ સ્વસ્થ બને તે માટે ખાસ પ્રાર્થના કરી હતી અને પી.ડી વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે મારા પરમ સધ્ય પરમ આત્મીએ પરમ વંદનીય આદરણીય અહેમદ પટેલ સાહેબની તબિયત અચાનક લથડવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા મને મારા પરમ સઘય પરમ વંદનીય અદાણી અહેમદ પટેલ સાહેબની તબિયત જલ્દી સારી થાય, એક-બે દિવસમાં હરતા-ફરતાં થઈ જાય અને ફરી દેશની સેવામાં કામે લાગી જાય આવી પ્રાર્થના કરી આશા વ્યક્ત કરી હતી.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

રાજપીપળા ના અધિક કલેકટર ની માર્ગના જાહેરનામું ખોટું હોવાના આક્ષેપ.

ProudOfGujarat

વિરમગામના દલવાડી ફળીમાં આવેલા રામજી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

ProudOfGujarat

નડિયાદ : ત્રણ વર્ષ પહેલા થયેલા હત્યાના કેસમાં સાત ઈસમોને આજીવન કેદની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!