Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓની સંખ્યામાં વઘારો કરાયો.

Share

– ૧ દિવસમાં હવે કુલ ૯૦૦ પ્રવાસીને પ્રવેશ અપાશે : ઓનલાઈન બુકિંગ ફરજીયાત માત્ર ઓનલાઇન બુકિંગ ધરાવનાર પ્રવાસીને જ પ્રવેશ અપાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે સફારી પાર્કમાં પ્રવાસોની સંખ્યા વધારવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જંગલ સફારીમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતા કાલથી વધુ સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે અત્યારસુધી ૯ સ્લોટમાં ૫૦-૫૦ પ્રવાસીઓને પ્રવેશ અપાતો હતો, ૧ દિવસમાં કુલ ૪૫૦ પ્રવાસીને પ્રવેશ અપાતો હતો.

જંગલ સફારીની ક્ષમતા તેમજ તમામ પાસાઓને જોતા હવે પ્રત્યેક સ્લોટમાં ૫૦ ની જગ્યાએ ૧૦૦ પ્રવાસીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ઓનલાઇન બુકિંગ ધરાવનાર પ્રવાસીને જ પ્રવેશ અપાશે. અત્રે આવનાર પ્રવાસીએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નડિયાદ : જીલે જિંદગી કાર્યક્રમ અંતર્ગત યુવક-યુવતીઓ માદરે વતન જઇ દેશી રમતો રમ્યા

ProudOfGujarat

ભરૂચ લોકસભા નો જંગ,છ ટર્મ ના સાંસદ ની સંપત્તિ માં આવ્યો ઉંછાળો,જાણો કેટલી સંપતી છૅ મનસુખ વસાવા પાસે

ProudOfGujarat

ખેરના લાકડા ની તસ્કરી કરતી પંચમહાલ ગોધરાની ગેંગને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!