દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા મિશન નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે લોકોમાં સ્વચ્છતાનાં મુદ્દે જાગૃતતા માટે વડાપ્રધાને ઘણું કામ કર્યું છે પણ કેટલી જગ્યાએ સ્વચ્છતા નામે મીંડુ જોવા મળી રહ્યું છે પણ સ્વચ્છતા મુદ્દે હંમેશા આગળ રહ્યું છે અને ખુલ્લામાં શૌચાલય મુકત આ ગામને અગાઉ એવોર્ડ પણ મળયો છે.
સ્વચ્છતાના મુદ્દે ફરી લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડિયા ગામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. વડિયા ગ્રામ પંચાયત દ્વારા ગંદકી કરનારને 200/- રૂપિયા નો દંડ તથા વડિયા ગામ પંચાયતની હદમાં જાહેરમાં કચરો ફેંકનારને પકડવા માટે એક વોટસએપ નંબર જાહેર કર્યો છે જે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકનારનો આ બે ૯૭૧૨૧૨૨૬૮૮ , ૯૪૨૭૮૪૨૫૯૬ વોટસએપ નંબર પર ફોટો પાડી મોકલશે એને 50 રૂપિયાનું ઇનામમળશે તેમજ ફોટો મોકલનારનું નામ અને નંબર ગુપ્ત રાખવામાં આવશે. જેમાં વડિયા ગ્રામ સરપંચ મહેશભાઈ રજવાડી તથા તલાટી કમ મંત્રી અને ચંદ્રેશ પરમાર, ન્યાય સમિતિ અધ્યક્ષ હેમંત વસાવા, સદસ્ય અંકુર ભાટીયા તરફથી બોર્ડ દરેક સોસાયટી વડિયા ગ્રામમાં આવતી દરેક ચોકડી તથા જાહેર જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમજ દરેક વ્યક્તિ ફોટો પાડીને આપેલ વોટસએપ નંબર પર મોકલવા તથા દરેક વ્યક્તિની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રહેશે.
રાજપીપળા : આરીફ જી કુરેશી