નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામે બહારનાં વ્યક્તિ દ્વારા લીઝ ચાલુ કરી રહ્યા છે આ લીઝ બંધ કરવા માટે ગ્રામજનો દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે. સિસોદ્રામાં હરેશભાઈ ગેમલભાઈ ઓડ અને સમગ્ર ગામ લોકો વચ્ચે લીઝ( રેતી ખનન ) બાબતે છેલ્લા બે વર્ષથી ઘર્ષણ ચાલે છે.
ગામલોકોએ તાલુકાની તેમજ જિલ્લાની દરેક કચેરીમાં વિરોધમાં અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે પરંતુ ફક્ત એક જ માણસોનો લાભ પહોંચાડવા માટે ગામની વસ્તીને હેરાન પરેશાન કરવામાં આવ્યો છે. ગામજનોની વાત કોઈ સરકારી કચેરી દ્વારા પગલાં ભરવામાં આવતા ન હોવાથી સિસોદ્રા ગામના લોકો તા.3/11/2020 ના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપવાસ પર બેઠા છે પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની બાંહેધરી કે જવાબ ના આપતા આજે બીજા દિવસે પણ ગ્રામજનોની મહિલા ભૂખ હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
Advertisement
રાજપીપળા આરીફ જી કુરેશી